તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:તારાપુર તાલુકા પ્રા.શિક્ષક શરાફી મંડળી દ્વારા મૃતક સભ્યોના વારસદારોને રૂ. 10-10 લાખની આર્થિક સહાય અપાઈ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ સભ્યોના પરિવારોને શિક્ષક પરિવારે આર્થિક મદદ કરીને માનવતા દર્શાવી

કોરોના મહામારીમાં અનેક નાગરિકોના જીવ હોમાયા છે. આ કપરી પરિસ્થિતિમાં અનેક પરિવારોમાં મુખ્ય કમાનાર ઘરના મોભીનું મૃત્યુ થયું હોવાથી આવક બંધ થઈ જતા આ મોંઘવારીમાં ઘર ચલાવવું અને પ્રસંગો કાઢવામાં મુશ્કેલી પડતી હોય છે. આવી પરિસ્થિતિમાં તારાપુર તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીએ કોરોનામાં મૃત્યુ પામેલા સભાસદોના પરિવારની વ્હારે રહી રૂ. 10-10 લાખની મોટી આર્થિક મદદ પહોંચાડી છે. જિલ્લા શિક્ષણ આલમમાં આ પ્રકારેની મદદની ખૂબ સરાહના થઈ રહી છે.

ધી તારાપુર તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી લી.તારાપુરની કારોબારી કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોના કાળમાં મંડળીના મૃતક સભ્યોના વારસદારોને આર્થિક સહાયના ચેક અપાયા હતા. જેમાં તાજેતરમાં અવસાન પામેલ નભોઈ પ્રા.શાળાના શિક્ષક હસમુખભાઈ સલૂભાઈ બારોટ, વલ્લી પ્રા.શાળાના શિક્ષક કાળુભાઇ નાથાભાઈ વણકર બુધેજ પ્રા.શાળાના શિક્ષક ગણપતભાઈ મફતભાઈ સોલંકીને કમિટી સભ્યોએ બે મિનીટ મૌન પાળીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

ત્રણેય શિક્ષકોના પરિવારજનોને આર્થિક સહાયના રૂ.10-10 લાખના ચેક અપાયા હતા. આ પ્રસંગે મંડળી પ્રમુખ જગદીશપૂરી ગૌસ્વામી, મંત્રી વિઠ્ઠલભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ તમામ કારોબારી સભ્યો અને મૃતકોના વારસદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...