તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુતરા ફરતા હોય, ગંદકી બાબતે હોબાળો થતાં હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર બઈસે 5 સફાઈ કામદારોને કુતરા કેમ ભગાડતા નથી એમ કહી કોઈપણ નોટિસ આપ્યા સિવાય તાત્કાલિક અમલથી છુટા કરી દેવાતા બેકાર બનેલા અને હતાશ થયેલા કામદારોએ મજૂર અધિકાર મંચ ગુજરાતનો સંપર્ક કરતા તેઓએ મજૂર કાયદા મુજબ આસિસ્ટન્ટ લેબર કમિશનર આણંદની કચેરીમાં ચાલુ પગાર સાથે પુનઃસ્થાપિત કરવા અને લઘુતમ વેતન મેળવવા માટે ફરિયાદ કરેલ છે .
તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કામદારોનાજણાવ્યા મુજબ તેઓ10 થી 30 વર્ષ સુધીની નોકરીમાં આખા મહિનાના રોજ સવારે આઠ થી પાંચ સુધી આખો દિવસ નોકરી કરે ત્યારે 5000 રૂપિયા આપવામાં આવતા હતા અને જો રજા પાડે તો તે રજા કાપી લેવામાં આવતી હતી.
સરકારી નિયમ મુજબ અને મજૂરના કાયદા મુજબ લઘુતમ વેતન પ્રમાણે તેમને વેતન ન મળતું હોય તેની ફરિયાદ પણ કરવામાં આવી છે. મજુર અધિકાર મંચના આણંદ જિલ્લાના પ્રતિનિધિ ભાનુબેન પરમાર અને ડોક્ટર માઇકલ માર્ટીને આ સફાઈ કામદારોને હૈયાધારણ આપેલ છે અને તેમને ન્યાય મળે તે માટે જિલ્લા કક્ષાએ ડીડીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઇ છે.
તારાપુર સીઅેચસીમાં અગાઉ પણ સ્ટાફની લાલીયાવાડી બાબતે ફરિયાદો ઉઠી હતી. તો વળી અોપરેશન માટે પણ નાણાં લેવાતા હોવાના આક્ષેપો થયવા હોવા છતાં હજુ સુધી વર્ષો જુના સ્ટાફની બદલી કરવામાં આવતી નથી. જેના કારણે તારાપુર સીઅેચસીમાં અનેક વખત જુદી જુદી ઘટનાઅો બહાર આવી રહી છે ત્યારે આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લેવા જોઈઅે તેમ જનતા ઈચ્છે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.