આણંદ જિલ્લાના 8 તાલુકામાં 57 હજારથી વધુ હેકટરમાં ઘઉંનું વાવેતર થતા ખેડૂતોને સારા ઉત્પાદનની આશા છે. પરંતુ હાલમાં જિલ્લામાં ઘઉંના ટેકાના ભાવ જાહેર ના થતા તેઓ મૂઝવણમાં છે.
ખંભાત અને તારાપુર પંથક ઘઉંની ખેતી માટે રાજ્યભરમાં જાણીતો છે. બિન પિયતના ઘઉંની ખરીદી માટે વેપારીઓ ખંભાત અને તારાપુરના અંતરિયાળ ગામડાઓમાં ધામા નાખે છે. હોળી પર્વ પૂર્વેથી છેક ચૈત્રી પુનમ સુધી ઘઉંની લે-વેચ માટે અમદાવાદ, વડોદરા સહિતના શહેરો નગરોમાંથી વેપારીઓ આવે છે. ખંભાત અને તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મોટા પાયે ખરીદ - વેચાણ થાય છે. પરંતુ સરકાર દ્વારા હાલમાં ઘઉંની સિઝન પૂરી થવા આડે ગણતરીના દિવસ બાકી હોવા છતાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો પાસેથી અરજી સુધ્ધા મંગાવી નથી અને ટેકાના ભાવે ઘઉં વેચવા માગતા ખેડૂતોના નામની નોંધણી પણ કરાઇ નથી. જેથી ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો અસંમજસતા અનુભવી રહ્યા છે.
ઘઉંની ખેતી સાથે સંકળાયેલા તારાપુર પંથકના પ્રગતિશીલ ખેડૂત ભીખાભાઇ ભરવાડના જણાવ્યા મુજબ સરકાર ઘઉંના ટેકાના ભાવ જાહેર કરે અને નોંધણી શરૂ કરે તો ધરતીપુત્રોરને નિર્ણય કરવામાં સુગમતા રહે. હાલમાં ઘઉં પાકટ અવસ્થામાં આવી ગયા છે અને આગામી થોડા દિવસોમાં ઘઉંની કાપણી શરૂ કરાશે માટે ઘઉંના ટેકાના ભાવ જાહેર કરી ખેડૂતોની નોંધણી ચાલુ કરી દેવી જોઈએ.
ટેકના ભાવનો કોઇ પરિપત્ર આવ્યો નથી
આણંદ જિલ્લા પુરવઠા વિભાગ અને પુરવઠા નિગમના ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું કે, ઘઉંના ટેકાના ભાવ અંગેનો કોઇ પરિપત્ર હજુ સીધી મળ્યો નથી. પરિપત્ર મળ્યા બાદ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.
તાલુકાવાઇઝ ઘઉંનું વાવેતર હેકટરમાં
આણંદ | 2938 | આંકલાવ | 450 |
બોરસદ | 1869 | ખંભાત | 18121 |
પેટલાદ | 3327 | સોજીત્રા | 6113 |
તારાપુર | 21653 | ઉમરેઠ | 3110 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.