આયોજન:ખાદ્યતેલની કાળાબજારી અને સંગ્રહખોરો પર તંત્રની તવાઈ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવોને અંકુશમાં રાખવા કલેકટરના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ

દિવાળી તહેવાર પર્વે મોંધવારી માઝા મુકી દીધી છે ત્યારે ખાદ્યતેલના ભાવ વધી રહ્યાં હોવાથી અંકુશમાં લાવવા માટે જિલ્લા કલેકટર કચેરીએ ખાદ્યતેલના વેપારીઓ અને તેલીબીયાના વેપારીઓ સાથે મીટીંગ યોજાઇ હતી. જેમાં તેલની કડબજારી, સંગ્રહખોરી કરતાં તત્વો સામે 1977ની જોગવાઇ હેઠળ કાર્યવાહી હાથ ધરવાના આદેશો સાથે કલેકટરે સુચના આપી હતી.

આણંદ કલેકટર એમ.વાય. દક્ષિણીએ આ બેઠકમાં જણાવ્યું કે, તાજેતરના સમયમાં ખાદ્યતેલ/ તેલીબીયાના ભાવમાં ઉછાળો આવેલ છે ત્યારે તેના ભાવમાં નિયંત્રણ માટે ગુજરાત આવશ્યક ચીજવસ્તુના વેપારીઓનું (નિયમન) કાયદો 1977ની જોગવાઈને આધિન તમામ સંગ્રહકર્તા જેવા કે મીલર્સ, ટ્રેડર્સ, રીફાઈનર્સ વિગેરે તેમના ખાદ્યતેલ / તેલીબીયાનો સ્ટોક જાહેર કરવા તથા તેઓની ચકાસણી થાય તથા ખાદ્યતેલ / તેલીબીયાના સ્ટોકનું મોનીટરીંગ કરવા માટે ભારત સરકારના પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી હાજર રહેલ જથ્થાની મેટ્રીક ટનમાં અઠવાડીક ડેટાએન્ટ્રી કરવા આદેશ કર્યો હતો. આ બેઠકમાં આણંદ જિલ્લા પુરવઠા અધિકારી લલિતભાઇ પટેલ, આણંદ જિલ્લાના મીલર્સ, ટ્રેડર્સ, રીફાઈનર્સ, ખાદ્યતેલ/તેલીબીયાના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...