આણંદ બોરસદ ચોકડી ખંભાત રેલવે લાઇન પર ફાટક ટ્રાફિક મુકત દાંડી વિભાગ દ્વારા ફલાઇ ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે.ત્યારે માર્ગ પર સર્વિસ રોડ પર દબાણો દુર કરવા માટે શહેરના લોટીયા ભાગોળ પાસે બળિયાદેવ મંદિર નળતર રૂપ બનાતાં સ્ટ્રોમ ટ્રેનેજ, ગટરની કામગીરી અટકી પડી છે.જો કે આણંદ પ્રાન્ત અધિકારીએ દાંડી વિભાગને સ્થાનિક વિસ્તારના લોકોને વિશ્વાસમાં લઇને કામગીરી હાથ ધરવા સુચના આપી હતી.
આથી દાંડી વિભાગે મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી.પરંતુ મંદિરના ટ્રસ્ટીઓએ નવી જગ્યા આપવાની, નવેસરથી મંદિર નિર્માણ કરી આપવાની માંગ કરી હોવાથી વહીવટી તંત્ર માટે રીતસરની મુંઝવણ ઉભી થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ ખંભાત રેલવે લાઇન પર ફલાઇ ઓવરબ્રીજની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
જો કે હાલમાં ઓવરબ્રીજીની બંને બાજુએ સર્વિસ રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. પરંતુ રોડની બાજુમાં આવેલા ગેરકાયદે દબાણો તથા ધાર્મિક સ્થળોને દુર કરવા પડે તેમ છે. આણંદ શહેરના લોટીયા ભાગોળ પાસે આવેલા મોટા બળિયાદેવ મંદિર સર્વિસ રોડ બનાવવા તેમજ ગટર લાઇન કામગીરી માટે નળતર રૂપ છે.
જો કે ધાર્મિક બાબત હોવાથી તેને દુર કરવું કે નહીં તેને લઇને દાંડી વિભાગ સહિત વહીવટી તંત્ર મુંઝવણ અનુભવી રહ્યું છે.આથી દાંડી વિભાગ દ્વારા આણંદ પ્રાંત અધિકારીને રજુઆત કરી હતી.જેના ભાગરૂપે આણંદ પ્રાંત અધિકારીએ રૂબરૂ સ્થળ મુલાકાત પણ લીધી હતી.તેમજ દાંડી વિભાગને કોઇની લાંગણી ન દુભાઇ તે માટે પ્રજાને સાથે રાખીને કામ કરવા જણાવ્યું હતું.
આણંદ દાંડી વિભાગ દ્વારા મોટા બળિયાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળ સાથે બેઠક કરી હતી. આ સમયે ટ્રસ્ટીઓએ મંદિર ખસેડવા તૈયાર છે.પરંતુ તે માટે તંત્ર દ્વારા કોઇ નવી જગ્યા આપીને તેના મંદિર નિર્માણ કરી આપે તેવી માંગણી કરી હતી.નહીંતર મોટા બળિયાદેવ મંદિર ખસેડવામા નહીં આવે. જેને લઇને દાંડી વિભાગ સહિત જીલ્લા વહીવટી તંત્ર રીતસરનું મુંઝવણમાં મુકાઇ ગયું છે.
જો કે આ અંગે મોટા બળિયાદેવ મંદિરના ટ્રસ્ટીઓએ જણાવેલ કે પહેલા જમીન ફાળવણી આપવામા આવે. ત્યારબાદ નવુ મંદિર બનાવવાની ભગવાનની સ્થાપના કર્યા બાદ મંદિર તોડવાની પરમિશન આપવામા આવશે.ત્યાં સુધી મંદિર નહીં ખસેડવાનો નિર્ણય કર્યો છે .
માર્ગ પર સર્વિસ રોડની કામગીરી અટકી પડી
આણંદ બોરસદ ચોકડીથી લોટીયા ભાગોળ તરફ ફલાય આવરબ઼ીજ બનાવવાની કામગીરી 75 ટકા પુર્ણ થઈ ગઈ છે.પરંતુ લોટીયા ભાગોળ આવેલ મોટા બળિયાદેવ મંદિર રસ્તા પર આવેલ હોવાથી દબાણ કઈ રીતે હટાવવું તે પ્રશ્ન ઉભો થયો છે. જેના લીધે સર્વિસ રોડ સહિત સ્ટ્રોમ ટ્રેનેજ, ગટરની કામગીરી અટકી પડી છે.બીજી તરફ ગૂંચવણ એવી ઉભી થઈ છે કે ઓવરબ્રીજ તૈયાર કરનાર કોન્ટ્રાકટ દ્વારા લેખિત મંજુરી આપવામા આવે તો મંદિર હટાવવાની કામગીરી હાથ ધરાશે. ત્યાં સુધી એક પણ કાર્યવાહી હાથ ધરવામા નહીં આવે.> વિપીન નિસરતા, કાર્યપાલક ઈજનેર, દાંડી વિભાગ આણંદ
સૌને વિશ્વાસમાં લઈને કાર્યવાહી હાથ ધરાશે
આણંદ લોટીયા ભાગોળ આવેલ મોટા બળિયાદેવ મંદિર હટાવવા બાબતે સ્થળ રૂબરૂ મુલાકાત લીધી હતી. પરંતુ ધાર્મિક બાબત હોવાથી કોઈની લાગણી દુભાઇ નહીં તે માટે દાંડી વિભાગને સૌને વિશ્ર્વાસમાં લઈને કાર્યવાહી હાથ ધરવા માટે આદેશ કર્યો છે. - વિમલકુમાર બારોટ, પ્રાન્ત અધિકારી, આણંદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.