આણંદ નજીકથી પસાર થતાં એક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે જતી કારે એક ટેન્કરના ક્લીનરને હડફેટે લેતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.
વડોદરાની ડુમાર ચોકડી પાસે આવેલા સરીતા ટ્રાન્સપોર્ટમાં ટેન્કરના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં ગૌરીશંકર પાલ 17મીના રોજ ટેન્કરમાં દિવેલાનું તેલ ભરી પાલનપુર ઇદસુ એગ્રોકેમિકલ કંપનીમાંથી વડોદરા આવવા નિકળ્યાં હતાં. તેમની સાથે વંશબહાદુરસિંગ પ્રતાપબહાદુરસિંગ ઠાકુર (ઉ.વ.57) હતાં. તેઓ એક્સપ્રેસ વે પરથી વડોદરા જઇ રહ્યાં હતાં તે દરમિયાન આણંદથી થોડે દુર ટેન્કરમાં પંચર પડ્યું હતું. જેથી રીપેરીંગ કરવા બન્ને ઉતર્યાં હતાં.
વ્હેલી સવારે ચારેક વાગ્યાના સુમારે વંશબહાદુરસિંગ વ્હીલ ખોલવાનું ટોમી પાનુ માગતા તે ટેન્કરની બોડી ઉપર ડાબી સાઇડે મુકેલુ ટોમી પાનુ લેવા જતા સેકન્ડ ટ્રેક પર ગયો હતો. તે દરમિયાન અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલી કારે વંશબહાદુરસિંગને જોરદાર ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બીજી તરફ અકસ્માત સર્જી દીધા બાદ કાર ચાલક ભાગી ગયો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.