તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેમડેસિવિર કૌભાંડ:આણંદ રેડેસિવિર કૌભાંડમાં વધુ બે નામ ખુલતા ધરપકડ, તલ્હાએ 2 હજારની લાલચમાં મુસ્તકીમ વહોરા પાસેથી બે ઈન્જેકશન લીધા હતા

આણંદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વડોદરાના કૌભાંડમાં સંડોવાયેલી નઈમબાનુ અને મુસ્તકીમ માતા પુત્ર છે

આણંદ શહેરમાં 29મી રાત્રે ઝાયડસ હોસ્પિટલ પાસે ઉંચા ભાવે રેમડેસિવિર વેંચવા નીકળેલા બે યુવકોને પોલીસે છડકુ ગોઠવીને ઝડપી પાડયા હતા.તેઓની પોલીસે પુછપરછ કરતાં બંને યુવકોએ વડોદારા સહિત આણંદમાં ડુપ્લીકેટ ઇન્જેકશન વેચનાર નઇમબાનુના પુત્ર મુસ્તકીમ વ્હોરા અને તલ્લા મેમણ નામના પરિચીત યુવક પાસેથી ખરીદયા હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસ રેમડેસિવર વગર લાયન્સ વેચવાના ગુના આ બંને યુવકો સહિત ચાર સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથધરી છે. આ રેમડેસિવિર ઇન્જકેશન કૌભાંડ વધુ નામો આગામી દિવસમાં ખુલ્લે તેવી સંભાવના છે.

કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર વેચતા હતા
આણંદ ટાઉન પોલીસે ગત 29મી રાત્રે છટકુ ગોઠવીને આણંદની ઝાયડસ હોસ્પિટલ પાસે ઉંચી કિમતે રેમડેસિવિર વેચવા આવેલા આશિષ અરવિંદભાઇ પરમાર અને અમાર ઇરફાનભાઇ વહોરાને ઝડપી પાડયા હતા.તેઓ રેમડેસિવિર કોઇ પણ જાતના ડોકટર પ્રીસ્ક્રીશન વગર અને બીલ વગર મળી આવ્યા હતા.જેથી પોલીસે તેઓની વધુ પુછપરછ કરતાં બંને ઇન્જેકશન તેમના મિત્ર તલ્હા અલ્તાફભાઇ મેમણ રહે ઘાસવાલા હાઇસ્કુલ પાસેથી રૂા 12000 ખરીદયું હતું. તેઓ જરૂરીયાતમંદને 16500 વેચાવા માટે લીધું હતું.

ત્યારબાદ પોલીસે તલ્હા મેમણને પોલીસ સ્ટેશન લાવીને પુછપરછ કરતાં તેણે આ ઇન્જેકશન તેના પરિચિત મુસ્તકીમ મોહંમદ હનીફ વ્હોરારહે કોહિનુર સોસાયટી પાસેથી રૂા 10000 હજાર ખરીદીયું હતું. તેમજ તલ્હાએ વધુ એક ઇન્જેકશન આ રીતે વેચવા માટે પોતાની પાસે રાખ્યું હતું જે પોલીસે કબ્જે લીધું હતું. પોલીસે ચારે શખ્સો કોઇ પણ જાતના લાયન્સ વગર કે ડોકટર પ્રીસ્કીપ્શન વગર વેચાદા હોવાથી તેઓની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે. વધુમાં કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલાછે.તેની તપાસ પણ હાથ ધરી છે.

વડોદરા ક્રાઈમબ્રાંચની ટીમે આણંદમાં ડુપ્લીકેટ રેમડીસીવરની તપાસ હાથ ધરી
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેમડીસીવરના કાળા બજાર ઉપરાંત નકલી રેમડીસીવરના કૌભાંડમાં આણંદના જતીન પટેલ, મૂળ આણંદના વડોદરા રહેતા વિવેક મહેશ્વરી ઉપરાંત નઈમા વોરાને ઝડપી પાડયા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શનિવારે જતીન પટેલ, વિવેક મહેશ્વરી અને નઈમા વોરાને સાથે રાખી તપાસ કરનાર અધિકારીની ટીમો આણંદ ખાતે આવી પહોંચી હતી. જ્યાં આણંદ શહેર પોલીસનો સંપર્ક સાધી આણંદ શહેર પોલીસ મથકના સર્વેલન્સ સ્કવોડના સાથે રાખી નઈમા વોરા, જતીન પટેલ અને વિવેક મહેશ્વરીના ઘર, દુકાનો, તેમજ સંભવિત સ્થળો ખાતે તપાસ હાથ ધરી હતી. જોકે, મોડી સાંજ સુધી ક્રાઈમ બ્રાન્ચને કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો