તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ખંભાત તાલુકા પંચાયત કચેરીમાં જ તલાટીએ અપમાનીત શબ્દ કહ્યાં, તલાટી સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદી ગામની કેટલીક વ્યક્તિ સાથે તોતર માતાના મંદિર સંદર્ભે ચર્ચા કરવા તાલુકા પંચાયતની કચેરી ખાતે આવ્યાં હતાં

ખંભાત તાલુકા પંચાયત કચેરી ખાતે મંદિરના ગામ અર્થે આવેલા સાયમા ગામના યુવકને ત્યાં હાજર તલાટી સહિત ત્રણ વ્યક્તિએ જાતિવાચક અપમાનીત શબ્દો કહ્યાં હતાં.આ અંગે સાયમાના યુવકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાતના સાયમા ગામે રહેતા સંજયભાઈ નરેન્દ્રભાઈ 3જી જુલાઇ રોજ ગામની કેટલીક વ્યક્તિ સાથે તોતર માતાના મંદિર સંદર્ભે ચર્ચા કરવા તાલુકા પંચાયતની કચેરી ખાતે આવ્યાં હતાં. આ સમયે તાલુકા વિકાસ અધિકારીની બેઠક ચાલતી હોવાથી તેઓ થોડો સમય રોકાયા હતાં. બાદમાં તેઓ તાલુકા વિકાસ અધિકારીને મળીને બહાર નિકળતાં હતાં. તે સમયે ગેલેરીમાં સાયમા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભાવિકાબહેન અને અન્ય બે વ્યક્તિ હાજર હતાં. તેઓએ સંજયભાઈને રોકી જાતિવાચક અપમાનીત શબ્દ કહ્યાં હતાં. આ ઉપરાંત ધક્કે ચડાવ્યાં હતાં. આ અંગે સંજયભાઈએ ખંભાત શહેર પોલીસે અમીત વિઠ્ઠલભાઈ સોલંકી, ગોવિંદભાઈ નરસિંહભાઈ અને ભાવિકાબહેન (સાયમા ગામના તલાટી) સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...