કાર્યવાહી:તારાપુરમાં બોગસ લગ્ન નોંધણી કરનારો તલાટી નાટ્યાત્મક રીતે પોલીસમાં હાજર

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં 4 મહિનાથી પોલીસ ચોપડે વોન્ટેડ આરોપીને કોર્ટમાં રજૂ કરતાં જેલમાં ધકેલવાનો આદેશ કરાયો

તારાપુર તાલુકાના ખાખસર, વલ્લી, સાંઠ, રેલ અને જીણજ ગામના તલાટી કમ મંત્રી તરીકે ચાર્જમાં રહેલાં અરવિંદ એન મકવાણાએ બોગસ દસ્તોવેજનો ઉપયોગ કરીને 1804 જેટલાં બોગસ લગ્ન કરાવ્યાં હતા. આ બનાવ ગત ઓગસ્ટમાં ઉજાગર થતાં જ તારાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, ઘટના બની એ સમયથી જ પોલીસ ચોપડે શખસ વોન્ટેડ હતો. દરમિયાન, બુધવારે સાંજે અચાનક નાટ્યાત્મક રીતે પોલીસ સ્ટેશને તે હાજર થઈ ગયો હતો.

પોલીસે તેને ધરપકડ કરી હતી અને તેનો ગુરૂવારે મોડી સાંજે કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં કોર્ટે તેને ખંભાત સબ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.નોંધનીય છે કે, ડીડીઓને આ અંગેની ફરિયાદ મળ્યા બાદ તેમણે તપાસ હાથ ધરી હતી. જેમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતાં અરવિંદ નટુ મકવાણાએ વર્ષ 2007થી લઈ મે 2002 સુધી લગ્નની નોંધણી કરાવી હતી. તલાટી કમ મંત્રીએ તેમની ફરજ દરમિયાન સાંઠમાં 365, જીણજમાં 5, રેલમાં 1193, વલ્લીમાં 113 અને ખાખસરમાં 8 એમ કુલ 1804 જેટલાં લગ્નની નોંધણી કરી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.

જેમાં તેમણે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટસ ચકાસ્યા કે જોયા વિના જ નોંધણી કરાવી હતી. હાલમાં જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ દ્વારા ચાર મહિનાની તપાસ બાદ સમગ્ર બનાવમાં બોગસ દસ્તાવેજનો ઉપયોગ કર્યો હોય અને સરકારી કર્મી હોય 409ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ અંગે વાત કરતાં પીઆઇ એચ.આર.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપીને સાંજે કોર્ટમાં રજૂ કરાયો હતો. હાલમાં બનાવમાં એક ટીમ દ્વારા દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...