હાલાકી:જિલ્લાના 351 ગામો માત્ર 253માં તલાટી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલાટીઓના અભાવે ગ્રામજનો પરેશાન

આણંદ જિલ્લા ગ્રામ્ય સ્તરના વહીવટી માળખામાં મોટી સંખ્યામાં કર્મચારીઓની ઘટ છે. તલાટી કમ મંત્રીની જ વાત કરીએ તો 351 ગ્રામ પંચાયતોમાં 125 તલાટીઓની ઘટ પડતી હોવાથી ફરજ બજાવી રહેલા 253 તલાટીઓમાંથી કેટલાકને વધારાનો ઇન્ચાર્જથી વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. આમ એકબાજુ ગ્રામજનો પોતાના કામો નહીં થતા હોવાથી સમસ્યા અનુભવી રહ્યા છે તો બીજીબાજુ હયાત તલાટીઓ પણ વર્કલોડનો સામનો કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાની 351 ગ્રામ પંચાયતોમાં 253 તલાટીઓ ફરજ બજાવી રહ્યાં છે. તેઓને વહીવટી તંત્રદ્વારા ગ્રામસભાઓમાં હાજરી આપવા ઉપરાંત અન્ય પ્રકારના કાર્યક્રમમાં હાજરી આપવી પડે છે ઉપરાંત ગ્રામ્યસ્તરે ચોમાસાના કારણે પણ હાજર રહેવું પડતું હોય છે. જીલ્લામાં 378 મહેકમ હોવા છતાંય નવી ભરતી કરવામાં આવતી નથી. 125 તલાટીઓની ગ્રામ પંચાયતોમાં ઘટ પડતી હોય ઇન્ચાર્જથી ચાલતા વહીવટના પગલે ગ્રામજનો તોબા પોાકારી ગયા છે.

વહીવટી તંત્ર દ્વારા તલાટીઓને સો ટકા વેરા વસુલાત વસુલાત, સરકારી યોજનાઓના લાભ અપાવવા સહિત જન્મ-મરણનો દાખલો સહિતની કામગીરી સોંપવામાં આવે છે. આ અંગે ભાદરણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મહીપત સિંહએ જણાવેલ કે જીલ્લામાં ગ્રામ પંચાયતોમાં ઘટ પડતી હોવાથી તંત્રએ રેવન્યુ તલાટીઓને ગ્રામ પંચાયતોમાં મર્જ કરી દેવા જોઈએ આથી ગ્રામજનોના કામો ઝડપથી થઈ શકે તેમ છે.

નવી ભરતી કરવા માટે સરકારને રિપોર્ટ કરાયો છે
આણંદ જિલ્લામાં 125 જેટલા તલાટીઓની ઘટ પડે છે. આથી ટુક સમયમાં નવી ભરતી કરવામાં આવે તેવો આણંદ જિલ્લા પંચાયત વિભાગ દ્વારા રાજય સરકારને રીપોર્ટ કરવામાં આવ્યો છે. - ડો. સ્નેહલ પટેલ,અધિકારી, જિલ્લા પંચાયત,આણંદ

અન્ય સમાચારો પણ છે...