તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોપીરાઇટનો ગુનો નોંધાયો:બોરસદના "સ્ટુડિયો ગો" માં ટી-સિરીઝ નો એન્ટી પાયરસી દરોડો ,એક લાખ નો મુદ્દામાલ જપ્ત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટી સીરીઝ કંપનીના હક્કોવાળી ફીલ્મના ગીતોનું પોતાના કોમ્પ્યુટર ઉપકરણમાં બિનઅધિકૃત રીતે આપી તેમાં ગેરકાયદેસર ઉપયોગ કરતા હતા.

બોરસદ શહેરમાં સુર્યમંદિર રોડ જૈન દેરાસર સામે પાર્શ્વનાથ કોમ્પલેક્ષમાં આવેલા "સ્ટુડિયો ગો" ના માલિક વિરૂદ્ધ પોલીસે કોપીરાઈટ એક્ટનો ગુનો નોંધી રૂા.1 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદ તાલુકાના ભાદરણીયા ગામમાં આવેલ સંગદેવ વિસ્તારમાં રહેતા ચિરાગભાઇ મફતભાઇ ઠાકોરની બોરસદ શહેરમાં સૂર્યમંદિર રોડ જૈન દેરાસર સામે પાર્શ્વનાથ કોમ્પલેક્ષમાં સ્ટુડીયો નામની દુકાન આવેલી છે. તેઓએ પોતાના સ્ટુડીયોમાં ટી સીરીઝ કંપનીના હક્કોવાળી ફીલ્મના ગીતોનું પોતાના કોમ્પ્યુટર ઉપકરણમાં બિનઅધિકૃત રીતે આપી તેમાં ગેરકાયદેસર ઉપયોગ કરતા હતા.

આ બાબતની જાણ ટીસીરીઝ કંપનીના એન્ટી પાયરસી એકઝીકયુટીવ ચિરાગ પટેલને થતાં તેઓએ બોરસદ શહેર પોલીસ મથકે ફરીઆદ નોંધાવતા પોલીસે સ્ટુડીયોમાંથી 3 નંગ હાર્ડ ડીસ્ક સાથેનું સીપીયુ જપ્ત કરી લેવામાં આવ્યું હતું. આ સીપીયુની કિંમત રૂા. 1 લાખ આંકવામાં આવી. "સ્ટુડીયો ગો"ના માલિક ચિરાગભાઈ ઠાકોર વિરૂધ્ધ કોપીરાઈટ એક્ટ 51, 63, 65, 68(1) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...