તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જંતુનાશક દવાઓની 56 દુકાનો પર તંત્રના દરોડા, 22 નમુના પૃથક્કરણ માટે ગાંધીનગર મોકલાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રીપોર્ટ માટે દોઢ મહિનાની રાહ જોવી પડશે

આણંદ જીલ્લામાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું વેચાણ કરતાં 56 જેટલા વિક્રેતાઓના એકમોમાં કૃષિ વિભાગે દરોડા પાડયા હતા. ત્યારે નકલી શંકાસ્પદ 22 જેટલા નમુના લઈ પૃથક્કરણ માટે સરકાર માન્ય ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.જેનો રીપોર્ટ દોઢ મહીને આવ્યા બાદ રીપોર્ટના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.પરંતુ તંત્ર દોઢ મહીનો સુધી રીપોર્ટની રાહ જુએ ત્યાં સુધી નકલી બિયારણ વેચાણ કરતાં વિક઼ેતા ધારકોને રીતસરના ફાવી જતાં હોય છે.

આણંદ કૃષિ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે આણંદ જીલ્લામાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું વેચાણ કરતાં કુલ 400 જેટલા વિક઼ેતાઓની એકમો આવેલા છે.પરંતુ જીલ્લામાં નકલી બિયારણ સહિત ખાતર વેચાણ થતું હોવાથી ખેડુતોને ખેતી પાકમાં નુકશાન ભોગવવાનો વારો આવતો હોવાની ફરીયાદો ઉઠી હતી.જેને અટકાવવાના ભાગરૂપે આણંદ કૃષિ વિભાગે બે ટીમો બનાવી હતી.

આ અંગે આણંદ નાયબ ખેતી નિયામક (વિ.)આર.એસ.પટેલે જણાવેલ કે આણંદ જીલ્લામાં સૌ પ્રથમ ઉમરેઠ,પેટલાદ, આણંદ શહેર જુના બસ સ્ટેન્ડ પાસે, બોરસદ, ખંભાત, તારાપુર સહિત 56 જેટલા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું વેચાણ કરતાં એકમોમાં કૃષિ વિભાગે દરોડા પાડયા હતા.જેમાં શંકાસ્પદ 22 સેમ્પલ લઈને પૃથક્કરણ માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.બીજા અન્ય ડાંગરના બિયારણના સેમ્પલની શુદ્ધતા ચકાસવા રાખવામાં આવ્યા છે. જેની કરીને ગુણવત્તા ચકાસવામાં આવશે.જો કે ગાંધીનગરથી દોઠ મહીના બાદ રીપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...