આણંદ ખાટકીવાડમાં માંસ મટનનું વેચાણ કરતાં 35 દુકાનદારોને આણંદ પાલિકાએ નોટીસ ફટકારીને બંધ કરી દેવા આદેશ કર્યો છે. ત્યારે દુકાનદારોએ લાયસન્સ રીન્યુ કરવા માટે વર્ષોથી અરજી કરવામાં આવી હતી. છતાં પણ કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જેના લીધે દુકાનદારોના પરિવારજનો બેરોજગાર થઇ જશે. આથી તંત્ર દ્વારા એનઓસી અપાવીને વહેલી તકે દુકાનો ચાલુ રાખવામાં આવે તેવી માંગ સાથે આણંદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ નેશનલ હાઇવે 8 પર માર્ગો 6 લેન બનાવવા માટે તંત્રએ સ્લોટર હાઉસ તોડી નાખ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા નવું સ્લોટર હાઉસ બનાવવા આવ્યું નથી. આખરે આણંદ ખાટકીવાડમાં 35 જેટલા દુકાનદારોને તંત્રને બેદરાકારીને પગલે બંધ કરવાનો વારો આવ્યો છે. આ અંગે દુકાનાદારોએ જણાવ્યું હતું કે આણંદ નગર પાલિકાઓ અમોને દુકાન બંધ કરી દેવા માટે આખરી નોટીસ આપવામાં આવી છે. જેથી યોગ્ય ઘટતું કરીને કાર્યવાહી હાથ ધરવામાં રજૂઆત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.