આણંદ ભાલેજ રોડ પર આવેલા સામરખા એકસપ્રેસ હાઇવે નીચે નું સાંકડું નાળું સવાર સાંજ વાહન ચાલકો ને હેરાન પરેશાન કરી રહ્યું છે.આ નાળું પહોળું કરવા સાંસદ સભ્ય દ્વારા કરાયેલ રજૂઆત ને ધ્યાન માં લેવા માં ના આવી હોવાનો રોષ વ્યકત થઈ રહ્યો છે .
અકસ્માત અને ટ્રાફિક સમસ્યા માટે જાણીતું બનેલું આ નાળું પહોળું કરવા નું કાર્ય માત્ર કાગળ પર જ રહેવા પામ્યું છે. મોટા વાહન ના પ્રવેશ પ્રતિબંધ માટે આણંદ માર્ગ અને મકાન વિભાગ ને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર ને ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બને તેવી સ્થિતિ માં જ રસ હોય તેમ છેલ્લા ઘણા સમયથી લોકોની માંગ અંગે આંખ આડા કાન ધરવા ની નીતિ અપનાવી રહ્યું છે.
આ નાળા ની બન્ને બાજુ રોડ ઊંચો છે જ્યારે નાળા નીચેનો ભાગ ખાડા જેવી સ્થિતિ માં છે. ચોમાસા માં પાણી પણ ખૂબ ભરાય જાય છે.આ માર્ગ તૂટીને ઠેર ઠેર બિસ્માર બનવા ની સાથે ઉબડ ખાબડ થતાં વાહન ચાલકો ને સાંકડા રસ્તે ખૂબ સાવચેતી થી અવર જવર કરવી પડે છે. જેના કારણે અનેક લોકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે.
આ ખખડધજ રોડ પર કાર્પેટ કામગીરી કરવા માં માર્ગ અને મકાન વિભાગ ના સત્તાધીશો ને જાણે કોઈ ચિંતા જ ન હોય તેમ બેદરકારી દાખવતા આ સાંકડું નાળું વાહન ચાલકો માટે માનસિક ત્રાસ સમન બની ગયું છે.જે અંગે અનેક લોકો તંત્ર ની ઉપેક્ષા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યાછે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.