કોર્ટનો નિર્ણય:CVMના બે પ્રતિનિધિઓનું સિન્ડીકેટ સભ્યપદ યથાવત

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઈકોર્ટની ડિવિઝન બેંચે યુનિવર્સિટીમાં સભ્યપદ બાબતની રીવીઝન અપીલ ડીસમીસ કરી નાંખી

સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચારૂતર વિદ્યા મંડળના બે પ્રતિનિધિઓ મનીષ પટેલ અને મેહુલ પટેલનું સિન્ડીકેટ સભ્યપદ યથાવત રહ્યું છે. હાઈકોર્ટની ડિવિઝન બેંચે યુનિવર્સિટીમાં આ બાબતની રીવીઝન અપીલ જે યુનિવર્સિટી દ્વારા ત્રણ મહિના અગાઉ કરવામાં આવી હતી તેને ડિસમીસ કરી નાંખી છે. આમ, હવે બંને જણાં સીવીએમ વતી યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં પ્રતિનિધત્વ કરી શકશે.

સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર્સમાં કુલ 26 સભ્યો પૈકી બે સભ્યો સીવીએમ દ્વારા નિયુક્ત થઈને આવતા હોય છે. જેમાં તેમનું ઈલેક્શન નહીં, પણ સિલેક્શન થતું હોય છે. જોકે, સમગ્ર બાબતને લઈને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ સીવીએમ દ્વારા નિયુક્ત કરાયેલા બે પ્રતિનિધિ મેહુલ પટેલ અને મનીષ પટેલની પસંદગી પર ગત વર્ષે રોક લગાવી દીધી હતી. આ મુદૃે વાઈસ ચાન્સેલરે જણાવ્યું હતું કે, વર્ષ 2003 પહેલાં સીવીએમ દ્વારા ચૂંટણી કરીને જ તેઓ યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં પસંદ થઈને આવતા હતા અને તેને લઈને મારી પાસે પુરાવા પણ છે. હાલ કોર્ટે જે ચૂકાદો આપ્યો છે તે ગ્રાહ્ય છે.

જોકે, બીજી તરફ આ મામલે સીવીએમના પ્રતિનિધિ મનીષ પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના તથા મંડળના સ્ટેચ્યુએટમાં જ સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમાં ચૂંટાઈને આવવાનો કોઈ નિયમ જ નથી. હા, મંડળમાં જ જો બે કરતાં વધુ સભ્ય સિન્ડીકેટ સભ્યપદે આવવા ઈચ્છતા હોય તો તેવા કિસ્સામાં ચૂંટણી કરવાની થતી હોય છે. પરંતુ એ પણ મંડળમાં કરવાની હોય છે. પરંતુ સમગ્ર કેસમાં તો ચેરમેન દ્વારા બે સભ્યોની નિયુક્ત કરાતી હોય છે. અને એટલે જ કોર્ટ દ્વારા પ્રથમ વખત અને બીજી વખત એમ બંને વખત સીવીએમની તરફેણમાં જ ચૂકાદો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...