તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં PIની પત્ની ગુમ કેસ:ઓસ્ટ્રેલિયામાં રહેતા સ્વીટીના પૂર્વ પતિ સાથે ભાસ્કરની વાત - સ્વીટી પુત્ર રિધમ સાથે દરરોજ સંપર્કમાં રહેતી હતી, છેલ્લે 4 જૂને વાત થઇ હતી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુમ થયેલાં સ્વીટીબેન પટેલની - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુમ થયેલાં સ્વીટીબેન પટેલની - ફાઇલ તસવીર

આ અંગે ભાસ્કર સાથે ઓસ્ટ્રેલિયાથી ટેલિફોનિક વાતચીતમાં હેતાંસ પંડ્યાએ જણાવ્યું હતું કે, સ્વીટી દરરોજ તેમના દીકરા રિધમ સાથે સાથે ફોન વાત કરતાં હતાં.અને સવારે ગુડ મોર્નિંગ અને ગુડનાઈટના મેસેજો મોકલતાં હતાં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સ્વીટીની રીધમ સાથે ગત 4 થી જુનના રોજ રાત્રે થઈ હતી. સ્વીટી અને હું સાતેક વર્ષ પૂર્વ છુટા પડ્યાં હતાં પરંતુ રિધમ સાથે તે નિયમિત સંપર્કમાં રહેતી હતી. ગત 4 થી જૂનના રોજ રાત્રે મારા મોટા છોકરા રીધમની જોડે વાતચીત કરી ગુડનાઈટનો મેસેજ મોકલ્યો હતો. પરંતુ બીજા દિવસે સવારે ગુડ મોર્નિંગનો મેસેજ ના આવતા રિધમે મને પુછ્યું હતું કે મમ્મીનો મેસેજ નથી આવ્યો.

જેથી મેં રીધમને જણાવ્યું હતું કે, મમ્મીનો મેસેજ થોડીવારમાં મેસેજ આવી જશે. તું ચિંતના કર બાદ ત્રણ દિવસ સુધી કોઈ રીધમના ફોનમાં સ્વીટીનો ના કોઈ ફોન કે મેસેજ આવ્યો ન હતો. જે બાબતે રીધમે મને જણાવ્યું હતું. અને મને કહ્યું કે પપ્પા મને ડર છે કે,મમ્મી સાથે કદાચ કંઇક ખોટું તો નહીં થયું હોય ને. જેથી મે તેને કહ્યું કે, તું ચિંતા ના કર હું તારી મમ્મી સાથે વાત કરું છું. બાદમાં મે સ્વીટીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો. પરતું થઈ ના શક્યો. જેથી અંતે પણશોરામાં રહેતા સ્વીટીના ભાઇ સાથે અંગે વાત કરી ત્યારે ખબર પડી કે સ્વીટી કેટલાક દિવસથી ગુમ છે.

સોસાયટીના સીસીટીવીમાં રાત્રે 9 થી10 વાગ્યાના અરસામાં સ્વીટીબેન કારમાં બેસતા જોવા મળ્યા
કરજણની પ્રયોશા સોસાયટીમાં પત્ની સ્વીટી બેન સાથે પીઆઇ એ.એ.દેસાઇ રહેતા હતા. સોસાયટીના સ્થાનિક રહીશો પાસેથી મળેલી માહિતી મુજબ બનાવના દિવસે રાત્રે 9 વાગ્યાથી 10 વાગ્યાના ગાળામાં સ્વીટીબેન કોઇ કારમાં બેસતા જોવા મળ્યા હતા. પોલીસે આ સીસીટીવી ફુટેજ પણ કબજે કર્યા છે. જો સ્વીટી બેન રાત્રે 9થી 10માં કોઇ કારમાં બેસતા જોવા મળ્યા હોય તો પીઆઇએ રાત્રે 1- વાગ્યાથી સવારે 8-30 વાગ્યા સુધીના ગાળામાં તેઓ ગુમ થયા હોવાનું કેમ જણાવ્યું તે વિશે પણ સવાલ ઉભો થયો છે. જો તેઓ રાત્રે 9થી 10ના ગાળામાં બહાર ગયા હોય અને થોડી વારમાં રાત્રે જ પરત ફર્યા હોય તે પણ બની શકે છે પણ સોસાયટી પાસે માત્ર 15 દિવસના જ ફૂટેજ હોવાથી વધુ વિગતો મળી શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...