હડતાલ સમેટાઇ:આણંદમાં સફાઈ કામદારોની હડતાલનો સમાધાન થતાં અંત

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આણંદ પાલિકા ભવન સામે હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોની હડતાલનો અંત આવ્યો હતો. - Divya Bhaskar
આણંદ પાલિકા ભવન સામે હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોની હડતાલનો અંત આવ્યો હતો.
  • છેલ્લા ચાર દિવસથી હડતાલ પર ઉતર્યાં હતા
  • કાયમી ભરતીનો ઠરાવ મંજુર કરી દરખાસ્ત પ્રાદેશિક કમિશનર કચેરીએ રજુ કરવાની તંત્રએ બાંહેધરી આપી

આણંદ શહેરમાં સફાઇ કામદોર કાયમી કરવાની માંગ લઇને ચાર દિવસ થી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.ત્યારે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલાં ખટકાઇ ગયા હોવાથી રોગચાળો ફાટી નીકળવાનો શહેરીજનોમાં ભય સતાવી રહ્યો છે. જો કે હડતાલમાં એકાએક નાટયાત્મક રીતે આણંદ પાલિકાએ સરકારના પરિપત્ર મુજબ સફાઇ કામદારોની ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી ભરતીનો ઠરાવ મંજુર કરી દરખાસ્ત પ્રાદેશિક કમિશનર કચેરીએ રજુ કરવાની બાંહેધરી આપતા હડતાલ સમેટાઇ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નગર પાલિકામાં છેલ્લા બે દાયકાથી કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતાં તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવતાં નથી. તેમજ તેમને સરકારી ધારણાં ધોરણ મુજબના લાભ આપવામાં આવતાં નથી.જે અંગે સફાઇ કામદારો વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઇ જ નિર્ણય ન લેવાતાં આખરે સફાઇ કામદારો છેલ્લા ચાર દિવસથી સફાઇ કામગરી અડગા રહીને હડતાલ ઉતરી ગયા છે. જેના પગલે શહેરના માર્ગો પર ગંદકીના ઢગ ખડકાઇ ગયા છે. વરસાદ પડતાં ગંદકીને કારણે ભારે દુર્ગધ મારે છે. જેથી નગરજનો ત્રાસી ગયા હતા.

આખરે આણંદ નગર પાલિકા તંત્રએ નમતુ જોખી સરકારના પરિપત્ર મુજબ સફાઇ કામદારોની ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી ભરતીનો ઠરાવ મંજુર કરી દરખાસ્ત પ્રાદેશિક કમિશનર કચેરીએ રજુ કરવાની બાંહેધરી આપતા હડતાલ સમેટાઇ ગઈ હતી.હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોને આણંદ પાલિકા અપક્ષ કાઉન્સિલર મહેશભાઈ વસાવાએ શરબત પીવડાને હડતાલનો અંત આવ્યો હતો.

જો કે પડતર પ્રશ્નોની સમાધાન મુદે પ઼કીયામાં સૌ પ્રથમ પાલિકા પ્રમુખ રૂપલબેન સહિત સચિનભાઈ પટેલ, મલેક ઈકબાલ હુસેન અને ભાવેશભાઇ સોલંકી ચેરમેન સહિત અન્ય નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.આણંદનગરપાલિકાના સફાઈ કર્મીઓ છેલ્લા પેાચેક વર્ષથી કાયમી કરવાની માગ સાથે લડત ચલાવી રહ્યાં છે. દર વખતે આંદોલન છેડવામાં આવતાં સત્તાધિશો ઠાલા વચનો આપી હડતાલને સમેટી લેતાં હતા પરંતું આ વખતે ચાર દિવસ લડત ચલાવતાં પ્રાદેશીક કમિશ્નરે બાંહેધરી આપતા સુખદ અંત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...