તપાસ:ખંભાત તાલુકામાં બે અશ્વમાં ગ્લેંડર રોગના શંકાસ્પદ લક્ષણો

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહારથી લાવવા-લઇ જવા પર પ્રતિબંધ

ખંભાત તાલુકાના પીપળોઇ ગામના સીમ વિસ્તારમાંથી વેટરીનરી કોલેજ, આણંદ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ બે અશ્વમાં ગ્લેંડર રોગના શંકાસ્પદ ચિન્હો જણાઇ આવતાં આ અશ્વોના લોહીના સેમ્પલ ભારત સરકારની આ કામગીરી માટેની અધિકૃત લેબોરેટરીમાં સેમ્પલના પૃથ્થકરણ કરવામાં આવ્યા હતા.

જેમાં આ અશ્વો ગ્લેંડર માટે પોઝીટીવ જણાઇ આવતાં ધી પ્રિવેન્શન એડ કંટ્રોલ ઓફ ઇંફેકસીઅસ એન્ડ કોટેજીયસ ડીસીઝ ઇન એનીમલ એકટ-2009 અનુસાર આ બંને અશ્વોને વૈજ્ઞાનિક પધ્ધતિથી તાજેતરમાં એટલે કે તા. 1/9/2022ના રોજ બપોરના પશુચિકિત્સા અધિકારી, પશુ દવાખાના ખંભાત દ્વારા શાંત મૃત્ય આપી, મૃતદેહની ઉપર જરૂરી દવા છંટકાવ કરી દફનાવવાની કામગીરી પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જયારે આ રોગગ્રસ્ત અશ્વના રહેણાંક વિસ્તારને જંતુમુકત કરવામાં આવ્યો હતો.

આ ગ્લેંડરનો રોગ એ અશ્વકુળના પશુઓ જેવાં કે ગદર્ભ, અશ્વ, ખચ્ચર વિગેરેમાં જોવા મળે છે. જેમાં બેકટેરિયલ ઇન્ફેકશનના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવી, ખૂબજ ઊંચો તાવ આવવો અને ચામડી ઉપર ચાંદા પડવા જેવા લક્ષણો જણાઇ આવે છે. આ રોગ “ઝુનોટીક” પ્રકારનો (પશુઓથી માનવીમાં અને માનવમાં થી પશુઓમાં થઇ શકે તે પ્રકારનો) હોઇ આગામી એક માસ માટે ખંભાત તાલુકામાં ગદર્ભ, ખચ્ચર કે અશ્વોને લાવવા કે બહાર લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...