તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ખંભાતના વત્રામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની આશંકા

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટમોર્ટમ વિના લાશને દાટી દેતાં અધિકારીઓની હાજરીમાં તેને બહાર કાઢી અેફઅેસઅેલની મદદ લેવાઈ

ખંભાત તાલુકાના વત્રામાં કોઈક કારણોસર પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની આશંકાને પગલે મંગળવારે બપોરે અધિકારીઓની હાજરીમાં મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, સમગ્ર મામલે હત્યા કરાઈ છે કે કેમ તે બાબત જાણવા માટે પોલીસે ફોરેન્સિકનો સહારો લીધો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ખંભાત તાલુકાના વત્રા ગામમાં ગત ચોથી જુલાઈના રોજ નવધણ ભીખા દેવીપૂજક અને તેમના પત્ની સમુ વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન, ઉશ્કેરાયેલા પતિએ પત્નીને માર માર્યો હતો.

જેમાં તેણીને ગંભીર ઈજા પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ શખ્સે સંબંધીઓને જાણ કર્યા બાદ દેવીપૂજકના ગામમાં આવેલા સ્મશાનમાં તેણીને દફનાવી દીધી હતી. દરમિયાન, બીજી તરફ આ અંગેની જાણ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ રણજીતસિંહ ખાંટને થઈ હતી. જેને પગલે તેમણે તપાસ હાથ ધરી હતી.આ અંગે વાત કરતાં પીઆઈ ખાંટે જણાવ્યું હતું કે, બાતમીદારો દ્વારા જાણ થતાં જ અમે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. હાલમાં મહિલાનું મૃત્યુ કેવી રીતે થયું છે તે કહી શકાય નહીં.

કારણ કે, મંગળવારે બપોરે એસડીએમની હાજરીમાં તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ત્યારે મૃતદેહ સંપૂર્ણપણે ડિકમ્પોઝ્ડ થઈ ગયો હતો. જેને પગલે ફોરેન્સિકની મદદ લેવામાં આવી છે. હાલમાં સમગ્ર મામલે સ્ટેશન ડાયરીમાં નોધ કરાઈ છે. જોકે, ફોરેન્સિક રિપોર્ટ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બનતાંજ સ્મશાનમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર પ્રકરણમાં મહિલાની હત્યા કરાઈ છે કે કેમ તે બાબત ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...