આણંદ શહેરની આનંદાલયા સ્કૂલના ફરજમોકૂફ આચાર્યે તેમની વિરૂદ્ધ થયેલી ગેરરીતિની ઈન્કવાયરી બાબતે જવાબ વાંચી રહેલાં શિક્ષકને શુટ કરી દેવાની ધમકી આપતાં સમગ્ર મામલો આણંદ શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આણંદ શહેર પોલીસે ધમકીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ શહેરના ખેતીવાડી રોડ પર આવેલી આનંદાલયા સ્કૂલમાં 47 વર્ષીય દિપકભાઈ પ્રભાકરભાઈ માંજરેકર હાયર સેકન્ડ્રી વિભાગમાં ઈંગ્લીશ વિષયના શિક્ષક તરીકે છેલ્લાં દસ વર્ષથી નોકરી કરે છે. ગત 11મી ફેબ્રુઆરીના રોજ સ્કૂલના તત્કાલિન આચાર્ય પવનકુમાર શર્મા વિરૂદ્ધ ગેરરીતિના આક્ષેપો થતાં તેમને ફરજ મોકુફ કરવામાં આવ્યા હતા. જેની હાલમાં ઈન્કવાયરી ચાલુ છે.
ગુરુવારે વખતે દીપકભાઈ માંજરેકર પોતાનું લેખિત સ્ટેટમેન્ટ વાંચી રહ્યા હતા. સ્ટેટમેન્ટમાં અશ્લિલ લખાણ હતું તેવું વાંચતા પવનકુમાર શર્મા ઉશ્કેરાઇ ગયા હતા અને તેમણે દિપકભાઈનાં હું તને શુટ કરી દઈશ તેવી ધમકી આપી હતી. એટલે ઈન્કવાયરી ઓફીસર વી. સી. પટેલે તેમને આમ બોલી સાક્ષીઓને ધમકાવતો નહીં તેવું કહ્યું હતું. જેથી પવનકુમાર કહ્યું હતું, હું મારા સમય અને સ્થળે જે કરવું હશે તે કરીશ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.