તંત્ર મુંઝવણમાં:બોરસદ,ખંભાત અને પેટલાદ તાલુકામાં 30થી વધુ પશુમાં શંકાસ્પદ લમ્પીના લક્ષણો

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં 6 માસ પૂર્વે રસીકરણ કરાયું છતાં લક્ષણો દેખાતા તંત્ર મુંઝવણમાં
  • અમૂલે​​​​​​​ લમ્પી વાઇરસવાળા પશુઓની તાત્કાલિક રસીકરણની તજવીજ હાથ ધરી

સમગ્ર રાજયમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારેે આણંદ-ખેડા જિલ્લામાં 6 માસ પૂર્વે થયેલા વેક્સિનેશન બાદ શંકાસ્પદ લમ્પીના લક્ષણો 30 પશુઓ મળી આવતાં તંત્ર મુંઝવણમાં મૂકાયું છે. બોરસદના ભાદરણીયા, ખંભાતના વટાદરા અને પેટલાદના જોગણ આસપાસના ગામોમાં કેટલાંક પશુઓના શરીરે લમ્પીના લક્ષણો જણતાં અમૂલ અને સરકારી પશુપાલન વિભાગને જાણ કરાઇ હતી. જેથી પશુપાલન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.

સાથે સાથે સેમ્પલ લઇને તપાસ માટે મોકલી આપ્યા છે. તેના રીપોર્ટ આવ્યાં બાદ તકેદારી વધુ પગલાં લેવાશે. પશુપાલન અધિકારીએ હાલમાં અન્ય જિલ્લામાંથી પશુ નહીં લાવવા અનુરોધ કર્યો છે. ભાદરણીયા ગામેથી 10, વટાદરામાંથી 9 અને પેટલાદના જોગણ અને આસપાસના ગામોમાંથી 11 શંકાસ્પદ લમ્પી વાઇરસ ધરાવતાં પશુઓ મળી આવ્યા છે.

લક્ષણોવાળા ગામોમાં 100% રસીકરણ કરાશે
બોરસદ, ખંભાતઅને પેટલાદ તાલુકાના જે ગામોમાં શંકાસ્પદ લક્ષણો મળી આવ્યા છે.તેવા ગામોમાં પશુપાલન અને અમૂલ ડેરી દ્વારા 100 ટકા વેક્સિનનીકામગીરી કરવામાં આવશે. - મનોજ દક્ષિણી, કલેકટર આણંદ

લમ્પીના લક્ષણો અને બચવા માટેનો શ્રેષ્ઠ ઉપાય
લમ્પી રોગના લક્ષણો જેવાં કે, સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવે, મોઢામાંથી લાળ પડે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, દૂધ ઉત્પાદન ઘટે, ખાવાનું બંધ કરે અથવા ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઈ જાય અને કયારેક મૃત્યુ પામે છે તેનાથી વાકેફ કરવા સહિત રોગનો ફેલાવો કેવી રીતે થઈ શકે અને રોગને ફેલાતો અટકાવવા શુ કરવું જોઇએ તેની પણ જાણકારી આપવામાં આવી હતી.તેમજ પશુઓને મચ્છરો ના કરડે તે માટે મચ્છર દાનીથી ઓઢાળી રાખવા જણાવ્યું હતું. - ડો સ્નેહલ પટેલ, પશુપાલન અધિકારી આણંદ

અન્ય સમાચારો પણ છે...