તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કાસોર અને પણસોરામાં શંકાસ્પદ મોત

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાંસદ મિતેશ પટેલ કોરોનાની ઝપેટમાં: આણંદનાં 16 પોઝિટીવ
 • આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ કેસો વધતા ગભરાટ

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. શનિવારે સરકારી ચોપડે 16 કેસ નોંધાયા છે. આમ કુલ આંક 3 હજાર પહોંચ્યો છે. આણંદના સાંસદ રેપીડ ટેસ્ટમાં કોરોના પોઝિટીવ આવતાં તેઓ હોમ આઇસોલેશન થયા છે. જોકે, પાલિકાના કેટલાક પદાધિકારીઓ પણ હોમ આઇસોલેશનમાં હોવાનું જાણવા મળ્યું છે. આમ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ જિલ્લામાં કોરોના સંક્રમણ ઘાતક બન્યું છે. શનિવારે એક મહિલા અને એક આધેડનું કોરોના શંકાસ્પદ મોત થયાનું જણાવા મળ્યું છે.

આણંદના કાસોર ગામે દૂધની ડેરી પાસે રહેતી એક મહિલાનું શંકાસ્પદમાં મોત નિપજયું હતું.તેઓની અંતિમ વિધિ પૂર્ણ કરી છે. જયારે ઉમરેઠના પણસોરામાં એક આધેડને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરાતા તેઓને પણ કોરોના સંક્રમણના લક્ષણો જણાયાં હતા. તેઓનું શનિવારે મોત નિપજયું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો