તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને હરાવ્યો:42 વર્ષથી થાઇરોડ, બીપી- ડાયાબિટીસ ધરાવતાં 71 વર્ષના સૂર્યકાન્ત પટેલે 14 દિવસમાં કોરોનાને હરાવ્યો

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સૂર્યકાન્ત પટેલ - Divya Bhaskar
સૂર્યકાન્ત પટેલ
 • વર્ષોથી લંડન સ્થાયી થયેલા પરિવારને છોડી વતનના વૃદ્ધોની સેવા કરવા આવ્યાં
 • કરમસદ આવતાં જ તેમનામાં અનોખી ઉર્જા આવી

કરમસદ ગામે રહેતાં 71 વર્ષનાં સૂર્યકાન્ત પટેલને છેલ્લા 42 વર્ષથી ડાયાબીટીસ, બીપી, થાઇરોડની બિમારી સાથે બાયપાસ પણ કરાવ્યું હતું.વર્ષોથી તેમનો પરિવાર લંડનમાં રહે છે.તેઓ છેલ્લા 18 વર્ષથી એકલા રહેતાં હતા.એક માસ અગાઉ તેઓ કોરોની ઝપેટમાં આવી ગયા હતા. તેમ છતાં તેઓ મક્કમ મનોબળ સાથે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં દાખલ થયા હતા.શરૂઆત ત્રણ દિવસ તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.તેમ છતાં તેઓ હિંમત હાર્યા વગર તેનો સામનો કર્યો હતો.તેઓની સાથે કરમસદમાં તેઓ સ્થાપેલા વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોના સાથે 15 વર્ષથી વિતેલા સમયની યાદગાર શણોને યાદ કરીને સમય વિતાવતા હતા.કયારે ગળામાં અને શરીરે દુ:ખાવો વધુ થઇ જતો ત્યારે પ્રભુને યાદ કરીને હિંમતભેર સામનો કરીને માત્ર 14 દિવસ માં કોરોને હરાવી દીધો હતો.

કરમસદના સૂર્યકાન્તભાઇ પટેલ 7 દિવસ સુધી અમદાવાદની હોસ્પિટલમાં રહ્યાં હતા. ડોકટરો અને સ્ટાફનો સહકાર સારો મળ્યો હતો.પરંતુ તેઓને પોતાના વતન કરમસદની હોસ્પિટલ સારવાર લેવાની ઇચ્છા વ્યકત કરતાં તેઓને કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કરમસદ આવ્યા બાદ તેમના શરીર અનોખી ઉર્જા જોવા મળી હતી.તેઓ કોરોના કારણે પથારી વશ હોવા છતાં અન્ય દર્દીઓને સાથે વાતચીત કરીને તેઓને હિંમત પુરી પાડતા હતા.તેઓની હિંમતને અને સાવચેતીના પગલે તેઓએ માત્ર 14 દિવસમાં કોરોનાને મ્હાત આપી હતી.

14 દિવસે રીપોર્ટ નેગેટીવ આવ્યો
સૂર્યકાન્ત પટેલનું શરૂઆતના ત્રણ દિવસ દરમિયાન100થી વધુ તાપમાન રહેતુ હતું. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.તેમ છતાં તેમની એક માત્ર ઇચ્છા કે પોતાના વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોની સેવા કરીને તેઓ મોટી ઉંમરે કોઇ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે પૌષ્ટિક ભોજન આપવાનો પોઝિટીવ વિચાર કરતાં હતા.આમ વૃધ્ધોસેવા તેમને આ મહામારીમાં કામે આવી તેઓના આર્શીવાદથી કોરોનાને હરાવવામાં સફળતા મળી હતી.

દિવસમાં બે ટાઇમ જમતા અને બે ટાઇમ જ્યુસ પર રહેતા હતાં
સૂર્યકાન્ત પટેલે સવારે નાસ્તામાં કઠોળ અને જયૂસ લેતા હતા. બપોરે સાદુ ભોજન દાળભાત અને શાક જમતા હતા. જયારે સાંજ ખીચડી કઢી અને સુતી વખતે હળવું અસેકુ ગરમ કરેલું પાણી પીતા હતા.શરીરમાં તાવ જેવું લાગે કે દુ:ખાવો જણાય તો આરામ કરતાં કરતાં પણ પ્રભુનું નામ લેતા હતા. તેઓની આ હિંમતના પગલે રોગના ઘર ધરાવતા શરીરે પણ કોરોના મ્હાત આપવામાં સફળતા મળી હતી.અને કોરોનાને હરાવયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો