મેડિકલ સ્ટોરમાં ચેકીંગ:જિલ્લામાં એપ્રિલ અને મે મહિનામાં 400થી વધુ મેડિકલ સ્ટોરમાં ડ્રગ વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાર્માસિસ્ટ વગર ધમધમતાં કેટલા મેડિકલ સ્ટોર બંધ કરાવ્યાંની માહિતી આપવાનો ઇન્કાર કર્યો

ફાર્માસિસ્ટની ડિગ્રી ધરાવનાર વ્યકિત મેડિકલ સ્ટોર શરૂ કરી શકે છે.મેડિકલ સ્ટોર ચાલુ હોય ત્યારે તેમની હાજરી હોવી ફરજીયાત છે. ત્યારે મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ વિના દવાઓનું વેચાણ થતું હોવાની ફરિયાદોને આણંદ ડ્રગ્સ વિભાગે ટીમો બનાવી એપ્રિલ-મે મહીનામા 400 થી વધુ મેડિકલ સ્ટોરમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે ફાર્માસિસ્ટ વગર ધમધમતા કેટલા મેડિકલ સ્ટોર બંધ કરાવ્યા સહિત કેટલાક મેડિકલ સ્ટોર માલિકોને નોટિસ ફટકારી તે બાબતેની માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હસ્તક 1000 જેટલા મેડિકલ સ્ટોર આવેલા છે.પરંતુ જિલ્લામાં કેટલાંક મેડિકલ સ્ટોર પર ફાર્માસિસ્ટની ડિગ્રી વિના દવાઓ આપવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ અંગે આણંદ ડ્રગ્સ વિભાગના અધિકારી શિરીષ ગણાતરાએ જણાવેલ કે અમારી ટીમો દ્વારા રૂટીન ચેકીંગ વારંવાર કરવામાં આવે છે.

જો કે એપ્રિલ -મે માસ દરમ્યાન 400 જેટલા મેડિકલ સ્ટોરનું ચેકિંગ કરવામાં આવ્યું છે. પરંતુ હાલમાં ફાર્માસિસ્ટ વિના ધમધમતા મેડિકલ સ્ટોર સહિત દવાઓનું વેચાણ બાબતેની માહિતી માંગવામાં આવતાં આશીટન્ટ કમિશ્નર ચંદ્રિકાબેનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ અંગે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આશી. કમિશ્નર ચંદ્રિકાબેને જણાવ્યુ હતુ કે અત્યારે હું તપાસ ચેકીંગમાં છું આવતી કાલે માહિતી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...