દુઃખદ અવસાન:અમુલ ડેરીના આદ્યસ્થાપક ત્રિભુવનદાસ પટેલના પુત્ર સુરેન્દ્રભાઈએ 90 વર્ષની વયે અમેરિકામાં અંતિમ શ્વાસ લીધા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રભાઈ 1983માં બાળકોના શિક્ષણ અને ભવિષ્ય માટે અમેરિકા ખાતે સ્થળાંતર થયાં હતાં

વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલના પુત્ર સુરેન્દ્રભાઈ પટેલનું 90 વર્ષની વયે હ્યુસ્ટન, ટેક્સાસમાં તેમના નિવાસ સ્થાને દુઃખદ અવસાન થયું છે. આ સમયે તેઓ તેમના પરિવાર સાથે હતાં, તેમના પરિવારમાં ત્રણ ભાઇ, બે પુત્ર, બે પુત્રવધુ અને ચાર પૌત્રો છે.

આણંદમાં સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક સેવક એવા તેમના પિતા ત્રિભુવનદાસ પાસેથી ખૂબ જ નાની ઉંમરે સ્વતંત્ર બનવાનું શીખ્યાં હતાં. તેમણે 1961માં મેડિસન ખાતે યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનમાંથી ડેરી ટેકનોલોજીમાં ડોક્ટરલની ડિગ્રી મેળવી હતી. તેઓએ ત્રિભુવનદાસના કહેવા પર રાષ્ટ્રની સેવા કરવા વતન પરત ફર્યાં હતાં. તેમના માટે પિતા જ આદર્શ હતાં. જોકે, સગાવાદથી બચવા માટે ડેરી ક્ષેત્રમાં ન જોડાતા સુરેન્દ્રભાઈએ કાગળ, પ્લાસ્ટિક અને રબર ટેકનોલોજીના ક્ષેત્રોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ તેમના પત્ની હંસાબહેન અને તેમના બે બાળકો સૌમિલ અને એમિલ સાથે ભારતમાં સ્થાયી થયાં હતાં અને 1983માં બાળકોના શિક્ષણ અને ભવિષ્ય માટે અમેરિકા ખાતે સ્થળાંતર કર્યું હતું. અમેરિકામાં તેમણે 85 વર્ષની ઉંમર સુધી પેઇન્ટ અને કોટિંગ્સ ફોર્મ્યુલેટર તરીકે કામ કર્યું અને કંપની બંધ થવાને કારણે જ કામ કરવાનું છોડી દીધું હતું. તેમના જીવનના અંતિમ તબક્કા સુધી તેઓ બધી રીતે સક્રિય હતાં. તેમને હંમેશા એક આજ્ઞાકારી, બુદ્ધિશાળી, સર્જનાત્મક અને મહેનતુ પ્રેમાળ માણસ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે પોતાનું જીવન ગૌરવપૂર્ણ અને મહાન સિદ્ધાંતો સાથે જીવ્યું હતું.

રમત - ગમત, મુસાફરી અને ચિત્રો દોરવાનો શોખ હતો
સુરેન્દ્રભાઈને જાન્યુઆરી,2022માં નોકરીની ઓફર પણ મળી હતી. તેમના જીવનની લાંબી મુસાફરી દરમિયાન તેઓ જે ઘટનાઓ જોઇ અને અનેક લોકોને મળ્યાં હતાં, તેની યાદ તેમને અંત સુધી યાદ હતી. રમત ગમત, મુસાફરી અને ચિત્રો દોરવાનો શોખ હતો. તેઓ એક અદ્દભુત રસોયાં પણ હતાં. તેઓ કેચઅપનો વિવિધ રીતે ઉપયોગ કરીને પરંપરાગત ગુજરાતી અવનવી વાનગીઓ બનાવતાં હતાં.

અન્ય સમાચારો પણ છે...