તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Surendra Patel Elected President Of Changa based Charuset For 5th Consecutive Term, Aims To Join Top 20 Universities In The Country

વરણી:ચાંગા સ્થિત ચારુસેટના પ્રમુખ તરીકે સુરેન્દ્ર પટેલની સતત 5મી ટર્મ માટે વરણી કરાઇ, દેશની ટોપ-20 યુનિવર્સિટીમાં સામેલ થવાનું લક્ષ્ય

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 240 વિધાર્થીઓથી શરૂ થયેલી યુનિવર્સિટીમાં હાલ 7500 વિધાર્થી
  • રૂ. 3 કરોડના રોકાણથી શરૂ થયેલી યુનિવર્સિટીમાં હાલ 150 કરોડનું રોકાણ

ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)ના પ્રમુખ તરીકે સતત પાંચમી વખત સુરેન્દ્ર પટેલની પુન:વરણી કરવામાં આવી છે. ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળની એક્ઝિક્યુટિવ કાઉન્સીલની બેઠકમાં સર્વાનુમતે વરણી થઈ હતી. તેઓની સતત પાંચમી ટર્મ જાન્યુઆરી 2022- ડિસેમ્બર 2024 માટે 3 વર્ષ માટે પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ 2009થી ચારુસેટના સ્થાપક પ્રમુખ છે.

ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળની શનિવારે યોજાયેલી એક્ઝિક્યુટિવ કાઉન્સીલની બેઠક બાદ યોજાયેલા સમારંભમાં વર્તમાન પ્રોવોસ્ટ ડો. પંકજ જોશીએ પોતાના હોદ્દાનો ચાર્જ ચારુસેટના ચતુર્થ પ્રોવોસ્ટ વિખ્યાત ભૌતિકશાસ્ત્રી અને યુનિવર્સિટીના ડીન (રિસર્ચ) ડો. આર. વી. ઉપાધ્યાયને સોંપ્યો હતો. તેઓ 1લી સપ્ટેમ્બર ૨૦૨૧ થી પ્રોવોસ્ટનો કાર્યભાર સંભાળશે.

આ સમારંભની શરૂઆતમાં ચારુસેટના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ સ્વાગત પ્રવચનમાં કેળવણી મંડળ અને ચારુસેટના પદાધિકારીઓ અને કારોબારી સભ્યો-ટ્રસ્ટીઓ વગેરેને આવકાર્યા હતા. વિદાયમાન પ્રોવોસ્ટ ડો. પંકજ જોશીને સુરેન્દ્ર પટેલના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું. ડો. પંકજ જોશીએ પ્રત્યુત્તરમાં પોતાના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન સાથસહકાર આપવા બદલ કેળવણી મંડળ અને ચારુસેટ પરિવારનો આભાર માન્યો હતો તેમજ સૌને સાથે મળીને સુરેન્દ્રકાકા અને ડો. એમ. સી. પટેલનું ચારુસેટમાંથી નોબલ વિજેતા પેદા કરવાનું સપનું સાકાર કરવા અનુરોધ કર્યો હતો. બાદમાં ડો. આર.વી. ઉપાધ્યાયનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ ચારુસેટને ટોપ લેવલની યુનિવર્સિટી બનાવવા જણાવ્યું હતું.

ચારુસેટને વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી બનાવવાની પોતાની પ્રતિબધ્ધતા દોહરાવતા સુરેન્દ્ર પટેલે જણાવ્યું કે, ચારુસેટને અત્યાર સુધીમાં પ્રોવોસ્ટ તરીકે ડો. એમ. સી. પટેલ, ડો. બી. જી. પટેલ, ડો. પંકજ જોશી પ્રાપ્ત થયા છે. તે આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે. હાલમાં ચારુસેટની પ્રગતિ અને વિકાસ બધાના સાથ સહકારથી થયો છે. આ પ્રસંગે માતૃ સંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલ, ટ્રસ્ટી જશભાઈ પી. પટેલ, કેળવણી મંડળના સહમંત્રી મધુબહેન પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં.

આગામી વર્ષોમાં ભારતની ટોપ-20 યુનિવર્સિટીમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય

ચારુસેટ ચેરમેન સુરેન્દ્ર પટેલ ઔડામાં ચેરમેન અને રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. વ્યવસાયે સિવિલ એન્જિનિયર સુરેન્દ્ર પટેલ જાણીતા ટેક્નોક્રેટ અને ઔડાના ભૂતપૂર્વ ચેરમેન છે. તેઓ રાજયસભાના ભૂતપૂર્વ સભ્ય છે. તેઓ 2004માં ચેરમેન તરીકે ચારુસેટમાં જોડાયા ત્યારથી ચારુસેટ સતત સફળતાના શિખરો સર કરી રહી છે. તેમના નેતૃત્વમાં ચારુસેટનું આગામી વર્ષોમાં ભારતની ટોપ-20 યુનિવર્સિટીમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય છે. તેઓ 2004માં ચેરમેન થયા ત્યારે 240 વિદ્યાર્થીઓ, 4 UG પ્રોગ્રામ, 1 ઇન્સ્ટીટ્યુટ અને રૂ. 3 કરોડનું રોકાણ હતું. આજે 120 એકરના કેમ્પસમાં ચારુસેટ રૂ. 150 કરોડના રોકાણ સાથે 72 અન્ડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી પ્રોગ્રામ અને 6 ફેકલ્ટી અને 9 ઇન્સ્ટીટ્યુટ ચલાવે છે. જેમાં 7500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...