દુષ્કર્મ:સુંદરણાના યુવકે પેટલાદની 17 વર્ષિય સગીરા પર દુષ્કર્મ ગુજારતા ફરિયાદ

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પહેલાં સુપરમાર્કેટની એક દુકાનના બીજા માળે યુવક લઈ ગયો હતો

પેટલાદ તાલુકાના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા પર સુંદરણાના યુવકે લલચાવી-ફોસલાવી ઘરની બહાર બોલાવી હતી. અને ત્યાર બાદ તેણીને પેટલાદના સુપરમાર્કેટની એક દુકાનના બીજા માળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. બે દિવસ પહેલાં બનેલી આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેમણે યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પેટલાદ તાલુકાના સુંદરણા ગામે રાજેશ ઉર્ફે રાકેશ કનુ ઠાકોર રહે છે. ગત બીજી ઓક્ટોબરના રોજ તેણે પેટલાદના એક ગામમાં રહેતી સગીરાને મળવા માટે બોલાવી હતી. દરમિયાન, સગીરા તેને મળવા જતાં તે તેને પેટલાદ સુપરમાર્કેટમાં આવેલી એક દુકાનના બીજા માળે લઈ ગયો હતો. જ્યાં તેણે તેની સાથે તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ બનાવ દરમિયાન, પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપી યુવક સાથે સગીરાને એક લગ્નપ્રસંગમાં ઓળખાણ થઈ હતી. જ્યાં તેણે તેને પટાવી-ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. હાલમાં પોલીસે સમગ્ર મામલે આરોપી યુવક વિરૂદ્ધ પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...