તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Successful Operation Of 2.5 Kg Tumor At Charuset Hospital, Changani, Anand, Football Shaped Tumor Emerges From The Uterus Of An Old Woman

સફળ ઓપરેશન:આણંદના ચાંગાની ચારુસેટ હોસ્પિટલમાં અઢી કિલોની ગાંઠનું સફળ ઓપરેશન, પેટલાદના વૃદ્ધાના ગર્ભાશયમાંથી ફૂટબોલ આકારની ગાંઠ નીકળી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચારૂસેટ હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગના નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ ડોકટરોએ આ ઓપરેશન કર્યું

આણંદના ચાંગા સ્થિત મલ્ટી સ્પેશિયાલિટી ચારૂસેટ હોસ્પિટલમાં સ્ત્રી રોગ વિભાગના નિષ્ણાત ડોક્ટરોએ એક મહિલા દર્દીના ગર્ભાશયનું સફળ ઓપરેશન (હિસ્ટ્રેક્ટોમી) કરી અઢી કિલોની ગાંઠ (ફાઇબ્રોઈડ) બહાર કાઢી જીવ બચાવ્યો હતો. ચારૂસેટ હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગના નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ ડોકટરોએ આ ઓપરેશન કર્યું હતું.

આ અંગે નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ ડોકટરોએ જણાવ્યુ હતું કે, પેટલાદમાં રહેતા 60 વર્ષના રમીલાબેન પટેલને છેલ્લા કેટલાક સમયથી પેટમાં સતત દુખાવો રહેતો હતો. તેઓએ પેટલાદ ઉપરાંત અનેક ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું હતું, પરંતુ કોઈ ફરક પડ્યો નહોતો અને કારણ કળાતું નહતું. આથી, ચારુસેટ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જરૂરી પ્રાથમિક તપાસ પછી તેઓનું ચારૂસેટ હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું.

મહિલાના ગર્ભાશયનું સફળ ઓપરેશન કરી ગર્ભાશયમાંથી અઢી કિલોની (ફૂટબોલ આકારની) ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. આટલી મોટી ગાંઠવાળું કદાચ આ પ્રકારનું પહેલું ઓપરેશન અહીં કરવામાં આવ્યું છે. આ દર્દીને મુખ્યમંત્રી અમૃતમમા યોજનાનો લાભ આપી નિ:શુલ્ક સારવાર આપી હતી.

ડોક્ટરોએ વધુ જણાવ્યુ હતું કે, ચારૂસેટ હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગમાં સફળ ઓપરેશન પછી આ મહિલા દર્દીની તબિયત સારી છે અને પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ ઓપરેશન સફળ બનાવવામાં એનેસ્થેટિસ્ટ, ઓપરેશન થિયેટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...