સફળ સર્જરી:કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં 111 કિલોગ્રામ વજન ધરાવતી મહિલાની બેરિયાટ્રિક સફળ સર્જરી કરાઇ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાની મહિલા હાઇપોથાઇરોડીઝમ સ્લીપ એપ્રિયા, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તકલીફ ધરાવતા હતા

આણંદના કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં 54 વર્ષના વધુ મેદસ્વીપણું ધરાવતાં મહિલાની બેરિયાટ્રિક સર્જરી કરવામાં આવી હતી. વડોદરાની રહેવાસી આ મહિલાનું વજન 111 કિલોગ્રામ હતું. આથી તે હાઇપોથાઇરોડીઝમ, સ્લીપ એપ્રિયા, હાઈબ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તકલીફ ધરાવતા હતા. આ સર્જરી કર્યા બાદ ધીમે ધીમે તમના વજનમાં ઘટાડો થતાં શ્વાસને લગતી સમસ્યા ઉભી થઇ હતી. જોકે, ધી હિલીંગ ટ્રી સેવામાં તેમની યોગ્ય સારવાર કરતાં તેઓ તંદુરસ્ત બન્યાં હતાં.

આણંદના કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં 54 વર્ષના મહિલાની બેરિયાટ્રિક સર્જરી કરવામાં આવી હતી. આ હોસ્પિટલના લેપ્રોસ્કોપીક અને બેરિયાટ્રીક સર્જન ડોક્ટર જીગ્નેશ રાઠોડ અને જનરલ સર્જરી વિભાગની ટીમ દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી. વડોદરાના રહેવાસી આ મહિલાની ઉંચાઇ ઓછી અને વજન 111 કીલોગ્રામ હતું. જેના કારણે તેમનું બોડી માસ ઇન્ડેક્ષ 50 હતું. આથી તેમને હાઇપોથાઇરોડીઝમ, સ્લીપ એપ્રિયા, હાઈબ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી તકલીફ હતી.

આ ઉપરાંત મહિલા ને વધુ વજન હોવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને સાંધામાં સતત દુખાવો રહેતો હતો. જેના કારણે રાતના સૂતી વખતે બાયપેક મશીન લગાડીને સુવુ પડતું હતું. કરમસદ હોસ્પિટલ ખાતે બેરિયાટ્રિક સર્જરી માટે ઓપરેશન થિયેટર અને સાધન સામગ્રીની પૂરતી વ્યવસ્થા હોવાથી આ સર્જરી નિષ્ણાત ડોક્ટર અંતર્ગત કરવામાં આવી હતી. આ ઉપરાંત સર્જરી બાદ લાઈફ સ્ટાઈલ એટલે કે જમવાની ટેવ બદલવા માટે ડાયેટીશ્યન વિભાગ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવે છે, સર્જરી બાદ પાંચ દિવસ ધી હિલીંગ ટ્રી સેવાઓના પ્રિવિલેજ સેન્ટર ખાતે તેમને રાખવામાં આવ્યા હતા. સર્જરી બાદમાં ધીમેધીમે તેમના વજનમાં ઘટાડો થતા તેમના શ્વાસને લગતા પ્રશ્નો દૂર થશે અને તેઓ સામાન્ય જીવન વ્યતિત કરી શકશે

બેરિયાટ્રિક સર્જરી શું છે?

ડોક્ટર જીગ્નેશ રાઠોડના જણાવ્યું હતું કે, વ્યક્તિનું બોડીમાસ ઇન્ડેક્ષ 40 થી વધુ હોય તો તે અસામાન્ય મેદસ્વીપણું એટલે કે ઓબીસીટી કહેવામાં આવે છે આવા વ્યક્તિઓને ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને સાંધાના દુખાવાની પીડા હંમેશા રહેતી હોય છે તેઓ માટે બેરિયાટ્રિક સર્જરી એટલે કે વજન ઘટાડવાની સર્જરી રામબાણ ઈલાજ છે.

અન્ય સમાચારો પણ છે...