તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:પ્રમોશન પામેલા વિદ્યાર્થીઓની ફી મજરે આપવા VCને રજૂઆત

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SP યુનિ.એ રજૂ કરેલ પરિપત્રનું પાલન ન થતું હોવાની રાવ

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગત સપ્ટેમ્બરમાં મેરીટ બેઈઝ્ડ પ્રોગ્રેશનથી પ્રમોશન પામેલા વિદ્યાર્થીઓની ફી મજરે આપવા બાબતે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જણાવાવમાં આવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા જ પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવે છે.

વિદ્યાર્થી સંગઠન છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ આપેલા આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, યુનિવર્સિટી દ્વારા ગત સપ્ટેમ્બરમાં બીજા અને ચોથા સેમિસ્ટર અથવા પ્રથમ વર્ષ, બીજું વર્ષ અને ત્રીજુ વર્ષ સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરવા અથવા આગામી પરીક્ષામાં સરભર કરવાનો ભલામણ કરતો પરિપત્ર કરવામાં આવ્યો હતો. રસપ્રદ બાબત તો એ છે કે, તાજેતરમાં સરકાર દ્વારા પ્રોગ્રેશન અંગે વાત કરવામાં આવી છે ત્યારે હજુ પણ યુનિવર્સિટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સેમિસ્ટર છમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા જ બાકી છે. વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ છે અને હજુ સુધી પરીક્ષા ફી મજરે આપવામાં આવી નથી. વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ ભાજપ પ્રેરિત વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા પણ ગુરૂવારે આ મામલે રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...