ક્રેઝ:વિદેશમાં અભ્યાસ, ફરવા માટે પાસપોર્ટ કઢાવવાનો ક્રેઝ વધ્યો, ત્રણ માસમાં 2300 અરજીનો નિકાલ કરાયો

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને કારણે દોઢ વર્ષથી વિદ્યાર્થીઓ વિદેશ જઇ શક્યા ન હતા ત્યારે કોરોના સંક્રમણ વચ્ચે કેટલાંક દેશમાં અભ્યાસ સહિતના વીઝા આપવામાં આવી રહ્યાં હોવાથી આણંદ પંથકમાં વિદ્યાર્થીઓ સહિત વિવિધ કેટેગરીના લોકો પાસપોર્ટ કઢાવી રહ્યા છે. છેલ્લા ત્રણ માસમાં પાસપોર્ટ માટે 2300 જેટલા અરજદારોને પોલીસ ઇન્કવારી બાદ ઇસ્યુ કરી દેવાયા છે. આણંદ પાસપોર્ટ કચેરીના વેરીફીકેશન ઓફીસર મનોરંજન કુમારે જણાવ્યું હતું કે, કોરોનાના દોઢ વર્ષ દરમિયાન અરજીમાં 70 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ કોરોના બીજી લહેર સમાપ્ત થતાં 50 ટકા એપોઈમેન્ટ આપવામા આવે છે.

જેના કારણે નવેમ્બર માસમા કુલ 766, સપ્ટેમ્બર માસમાં કુલ 780, ડીસેમ્બર માસમા કુલ 754 અરજીઓનો નિકાલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પહેલા પાસપોર્ટ કઢાવવા માટે આણંદવાસીઓને અમદાવાદ, વડોદરાનો ધક્કો ખાવો પડતો હતો. પરંતુ હવે ઘરઆંગણે શહેરમાં પાસપોર્ટ ઓફીસ હોવાથી નગરજનોને નવા પાસપોર્ટ સહિત રીન્યુ પાસપોર્ટ કઢાવવા સરળ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...