વિદ્યાર્થીઓને ભારે હાલાકી:એસટી બસની અનિયમિતતાના કારણે પાસ ધરાવતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં એબીવીપી દ્વારા બસ રોકો આંદોલન કરવામાં આવ્યું

આણંદ શહેરના એસટી બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાક અનિયમિત બસ રૂટના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે એબીવીપી દ્વારા શુક્રવારના રોજ બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું હતું.

આણંદના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એસટી ડેપો મેનેજરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, હાલ એસટી બસના અનિયમિતતાના કારણે બસના પાસ ધરાવતા વિદ્યાર્થીઓને જે સમસ્યાનો સામનો કરવો પડે છે, તે ત્વરીત ધોરણે દુર કરવામાં આવે અને બસ ફરીથી સમય સર ચલાવવામાં આવે. જો 15 દિવસમાં એસટી તંત્ર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ આવેદનપત્ર આપતા પહેલા એસટી બસ સ્ટેન્ડમાં એબીવીપીના કાર્યકરો દ્વારા બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સૂત્રોચ્ચાર અને હલ્લાબોલ પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...