તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:વિદ્યાર્થીઓ : નેટવર્કના પગલે પરીક્ષા ઓફલાઈન લો S P યુનિ. : આ પદ્ધતિથી પરીક્ષા માટે રાહ જોવી પડશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • LLBના છાત્રોઅે દેખાવો કર્યા તો, NSUIના કાર્યકરોએ રામધુન બોલાવી

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં છેલ્લાં કેટલાંય સમયથી એલએલબીની ઓનલાઈન પરીક્ષાને લઈને વિવાદ વકર્યો છે. શુક્રવારે એલએલબીના વિદ્યાર્થીઓ પણ મેદાનમાં આવી ગયા હતા અને તેમણે પોસ્ટરો સાથે શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા. બીજી તરફ એનએસયુઆઈના કાર્યકરોએ પણ યુનિવર્સિટી સંકુલમાં રામધુન બોલાવી મુદ્દાનો વિરોધ કર્યો હતો. જોકે, આ સમગ્ર મામલે યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું હતું કે, પરીક્ષા ઓનલાઈન એમસીક્યુ રીતે જ લેવાશે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં.

વધુમાં ઓફલાઈન પરીક્ષા ઈચ્છતા હશો તો તે માટે સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે.સરદાર પટેલ યુનિ. દ્વારા એલએલબીની પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા પહેલી જુલાઈથી લેવામાં આવશે. આ પરીક્ષા, એમસીક્યુની રીતે લેવામાં આવશે. ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ પરીક્ષા ઓફલાઈન લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું એવું છે કે, નેટવર્ક પ્રોબ્લેમ સહિત અનેક સમસ્યાઓને પગલે પરીક્ષા જો ઓફલાઈન લેવામાં આવે તો વધુ સારૂં છે.

બીજી તરફ યુનિવર્સિટીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે, પરીક્ષાના નિર્ણયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. પરીક્ષા ઓનલાઈન જ લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા ઓફલાઈન ઈચ્છી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓએ સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે.

નિર્ણયમાં કોઈ ફેરફાર કરાશે નહીં
વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે, પરંતુ હાલમાં પરીક્ષાના નિર્ણયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાશે નહીં. સરકારે પણ જાહેર કર્યું છે અને જો શક્ય હશે તો આગામી સપ્ટેમ્બરમાં ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. હાલમાં પરીક્ષા ઓનલાઈન પ્રમાણે જ થશે. > શીરીષ કુલકર્ણી, વાઈસ ચાન્સેલર, સ.પ. યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...