ઓનલાઈન તાલીમ:વિદ્યાનગર સ્થિત એસપી યુનિવર્સિટીમાંના વિધાર્થીઓને માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા વિવિધ 6 મહત્વપુર્ણ કોર્સની તાલીમ આપવામાં આવશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક હજાર વિધાર્થીઓને 114 કલાક ઓનલાઈન તાલીમ આપવામાં આવશે

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીમાં નેશનલ કેરીયર સર્વિસ અંતર્ગત મોડેલ કેરિયર કાઉંન્સેલિંગ સેંટર દ્વારા કૌશલ્યવર્ધક તાલીમ કેન્દ્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ 45 દિવસની કૌશલ્યવર્ધક તાલીમમાં યુનિવર્સીટીના વિવિધ વિભાગના એક હજારથી વધુ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો.

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીમાં નેશનલ કેરીયર સર્વિસ અંતર્ગત મોડેલ કેરિયર કાઉંન્સેલિંગ સેંટરનો પ્રારંભ થયો છે. જ્યાં 25મી ઓક્ટબર,2021 સુધી માઈક્રોસોફ્ટના સીએસઆર ઈન્ફીસ્પાર્કના શિક્ષણલક્ષીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ તાલીમમાં માઈક્રોસોફ્ટના વિવિધ 6 મહત્વપુર્ણ કોર્સને 45 દિવસ સુધી વિદ્યાર્થિઓને કુલ 114 કલાક માઈક્રોસોફ્ટની ટીમ દ્વારા ઓનલાઈન વિનામુલ્યે ભણાવામાં આવશે.જેમાં કોર્સલક્ષી સવાલના જવાબ પણ મેળવી શકાશે.

આ અત્યારના સમયમાં વિશ્વભરમાં મોટાભાગની પ્રવૃતિઓ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવતી હોવાથી, વર્તમાનમાં કપ્યુટરલક્ષી કાર્યક્ષમતા વધે તે હેતુથી મહત્વપુર્ણ એવા એમ.એસ ઓફિસ, ક્લાઉડ કોમ્પુટીંગ ફંડામેન્ટલસ, સોફ્ટવેર ડેવલોપમેન્ટ, એ.આઈ. ફંડામેન્ટલસ, એડવાન્સ એક્સેલ ટ્રેનિંગ તથા ડેટા એનાલિસ્ટીક જેવા અનેક કોર્સ ભણાવામાં આવશે. વિદ્યાર્થીઓ પ્રરવર્તમાન અભ્યાસપત્રમાં ખલેલ ન પડે તેથી આ તાલીમ સાંજના સમયના સેશનમાં આપવામાં આવશે જેના કારણે તાલીમવર્ગના રજિસ્ટ્રેશનમાં ઘસારો જોવા મળી રહ્યો હતો.

સરદાર પટેલ યુનિવર્સીટીના વી.પી. કુલપતિ શિરીષ કુલકર્ણી અને રજિસ્ટ્રર જ્યોતિબેન તિવારીના માર્ગદર્શન હેઠળ અને એમસીસીના નોડલ ઓફિસર પ્રો.શિવાનીબેન મિશ્રા દ્વારા આયોજિત આ કોર્સના અંતે વિદ્યાર્થિઓને માઈક્રોસોફ્ટ દ્વારા સર્ટીફિકેટ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...