તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:છાત્રોએ પરીક્ષા ફી પરત માંગતા વીસીએ કહ્યું કોલેજ પરત કરે, SP યુનિ.માં વિદ્યાર્થીઓએ દેખાવો કરી, રામધુન યોજી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુનિ.માં પરીક્ષા ન લેવામાં આવતા પરીક્ષા ફી પરત આપવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલરને આવેદન આપ્યું હતું. - Divya Bhaskar
યુનિ.માં પરીક્ષા ન લેવામાં આવતા પરીક્ષા ફી પરત આપવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલરને આવેદન આપ્યું હતું.

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં વર્ષ 2021 - 22માં કોરોના મહામારીને કારણે અંડર ગ્રેજ્યુએટમાં બીજા અને ચોથા સેમિસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવી નહોતી અને તેમને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે, યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ન યોજવાને કારણે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા ફી પાછી આપવાનું જણાવી પરિપત્ર કર્યો હતો. જોકે, આજ દિન સુધી પરીક્ષા ફી યુનિવર્સિટી દ્વારા પરત આપી નથી. જેને લઈને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

છાત્રો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત 2 જૂને મેરીટ બેઝ્ડ પ્રમોશન જાહેર કરાયું હતું. પરંતુ હજી સુધી પરીક્ષા ફી પરત આપવા બાબતે યુનિવર્સિટી દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા માંગણી કરવામાં આવે છે કે, વિદ્યાર્થીઓને ફી પરત આપવામાં આવે.

જે રીતે મોડી ફી ભરનારા વિદ્યાર્થીઓ પાસેથી દંડ વસૂલવામાં આવે છે તે જ રીતે વિદ્યાર્થીઓને પણ યુનિવર્સિટીએ દંડ સાથે રકમ આપવી જોઈએ.આ બાબતે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સંકુલમાં અગાઉ રામધુન યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, વાઈસ ચાન્સેલરે ફી પરત આપવા બાબતે કોઈ પણ પ્રકારની બાંહેધરી ન આપી, ચાલતી પકડતાં જ વિદ્યાર્થીઓએ તેમનો હુરીયો બોલાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...