તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:SP યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષા લેવા છાત્રો વીસીને રજુઆત કરવા આવ્યાં, ડિજિટલ ઇન્ડિયા લોલીપોપ હોવાનાં છાત્રોએ સુત્રોચ્ચાર કર્યા

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરીક્ષા ઓનલાઇન લો : વિદ્યાર્થીઓ
 • પરીક્ષા ઓફ લાઇન જ થશે : વી.સી

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે પરીક્ષાઓ ઓનલાઈન લેવા માટે વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીને મળીને રજૂઆત કરી હતી. જોકે, વાઈસ ચાન્સેલરે ઓફલાઈન પરીક્ષામાં તકલીફ શું છે તેમ કહી પરીક્ષા ઓફલાઈન જ થશે તેમ કહ્યું હતું.

કોરોનાની મહામારી વચ્ચે સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઓફલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવતા હોય છે. આ સમયે કોરોના સંક્રમણનો ભય વધે છે. યુનિવર્સિટીમાં વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતાં પચ્ચીસથી વધુ વિદ્યાર્થીઓ સોમવારે બપોરે વાઈસ ચાન્સેલરને રૂબરૂ મળ્યા હતા અને પરીક્ષા ઓનલાઈન લેવા માટે માંગ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ડિજીટલ ઈન્ડિયા લોલીપોપ હોવાના પણ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મહામારીની સમયમાં કોલેજ બંધ હોવા ઉપરાંત હોસ્ટેલમાં રહ્યા ન હોવા છતાં પણ પૂરેપૂરી ફી લેવામાં આવી હતી. તો આનો ઉપાય શું ? પરીક્ષા ફી માફ કરવા અને ઓનલાઈન ભણાવ્યું હોઈ પરીક્ષા પણ ઓનલાઈન લેવાવી જોઈએ તેવી માંગ કરી હતી. જોકે, વીસીએ જણાવ્યું હતું કે, આ અંગે પરિપત્ર કરી યોગ્ય કરવામાં આવશે. પરંતુ પરીક્ષા તો ઓફલાઈન જ લેવામાં આવશે.

સમગ્ર વર્ષ ઓનલાઇન ભણ્યાં, તો પરિક્ષા ઓફ લાઇન કેમ ?
અમારી પરીક્ષા આગામી પહેલી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. કોરોનાને લઈને પરીક્ષાઓ ઓનલાઈન યોજાય તેની માંગ સાથે અમે લોકો વાઈસ ચાન્સેલરને મળ્યા હતા. સમગ્ર વર્ષ ઓનલાઈન ભણાવ્યા હતા અને પૂરેપૂરી ફી લીધી છે. હવે પરીક્ષા ઓફલાઈન લે છે તે કેવી રીતે શક્ય બને. અમે લોકો આર્થિક રીતે કફોડી હાલતમાં મૂકાયા છે. પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તેવી માંગ સાથે અમે અમારા રહેવા સહિત ટ્રાન્સપોર્ટ અંગેની સુવિધાના પ્રશ્ન વીસીને પૂછ્યા હતા. પરંતુ તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. બધા સવાલના જવાબ ગોળ-ગોળ આપ્યા હોય તેમ લાગ્યું છે. જેને પગલે મંગળવારે પુન: અમે શાંતિપૂર્વક મળીશું અને આ પ્રશ્નનો કોઈ હલ લાવવામાં આવે તેવી માંગ કરીશું. > જયમીન પટેલ, એમ.એસ.સી. વિદ્યાર્થી

ઓફલાઈનમાં વાંધો શું છે? તેનો કોઇ જવાબ આપી શક્યા નહીં
ગુજરાતની તમામ યુનિવર્સિટીઓએ તેમની પરીક્ષા ઓફલાઈન લીધી છે અને લેવાના છે. આજે મેં રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓને ઓફલાઈન પરીક્ષા માટે તમને વાંધો શું છે તે મને કહો તેમ પૂછતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. યુનિવર્સિટી દ્વારા હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં તેઓ રોકાઈ શકે છે. જમવાની વ્યવસ્થા વિદ્યાર્થીઓએ કરવાની રહેશે. આપણે ઓનલાઈન પરીક્ષા પણ લઈ ચૂક્યા છે અને લઈ રહ્યા છે. હાલમાં જે પરીક્ષા ઓનલાઈન લઈ રહ્યા છે તેમાં વિદ્યાર્થીએ ઘરેથી નહીં, પણ યુનિવર્સિટીના કમ્પ્યુટર સેન્ટરમાંથી પરીક્ષા આપવાની રહેશે અને તે કેટલાંક કોર્સમાં જ લાગુ પડશે. તમામની ઓફલાઈન પરીક્ષા અલગ-અલગ તબક્કામાં લેવામાં આવી રહી છે. > શીરીષ કુલકર્ણી, વાઈસ ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો