તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કોરોનાને કાબુમાં કરવા તંત્રની કડક કાર્યવાહી, 170ને રૂપિયા 1.70 લાખનો દંડ

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આણંદ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ ખાણી પીણી બજારમાં પાલિકાની ટીમો ધ્વારા ચેકીંગ કહનિયમોનુ ભંગ બદલ દંડ ફટકાર્યો હતો - Divya Bhaskar
આણંદ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ ખાણી પીણી બજારમાં પાલિકાની ટીમો ધ્વારા ચેકીંગ કહનિયમોનુ ભંગ બદલ દંડ ફટકાર્યો હતો
 • આણંદ જિલ્લામાં કોવિડના નિયમોનું પાલન કરાવવા તંત્ર આખરે જાગ્યું કોરોનાના કપરા કાળમાં જિલ્લામાં બેફામ બનેલા લોકો સામે કાર્યવાહી

આણંદ વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગ સહિત માસ્ક ના નિયમોન ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી હાથધરી હતી. જેના પગલે બે દિવસમાં તંત્રએ 170 વ્યકિત પાસે રૂા 1000 લેખે 1,70,000નો દંડ વસુલ્યો છે. જેમાં આણંદ શહેરની ત્રણ દુકાનો પર સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ થતો જણતા ટાઉન પોલીસે તેઓને દંડ ફટકાર્યો હતો.બોરસદઅને દેદરડામાં ટોળે વળીને ઉભા રહેલા 5 શખ્સો વિરૂધ્ધગુનો નોંધ્યો છે.આણંદ, વાસદ અને પેટલાદમાં માં વધારે મુસાફરો ભરનાર રીક્ષા ચાલક સામે ગુનો નોધ્યો છે.

આણંદ ટાઉન પોલીસે રવિવાર સાંજે સવા છ વાગે લોટીયા ભાગોળ વિસ્તારમાં હતા ત્યારે બોરસદ ચોકડી પાસે સીએનજી રીક્ષા માં સાત પેસેન્જરો ખીચોખીચ બેસાડેલા હોય પોલીસે રીક્ષા ચાલક વિજયસિંહ વિનુભાઈ રાઠોડ રહે. વૃંદાવનનગર દહેમી તા. બોરસદ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પેટલાદના પોલીસે સાંઈનાથ ચોકડી પાસે ઉભા હતા ત્યારે સમીર મહમંદભાઈ વ્હોરા પોતાની રીક્ષામાં ચારથી વધુ માણસો બેસાડ્યા હતા. જેથી પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.વાસદના પોલીસે બપોરે વાસદ ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે સીએનજી રીક્ષામાં પાંચ પેસેન્જરો બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ જળવાયેલું ન હોય પોલીસે રીક્ષા ચાલક ઉમેદ લલ્લુભાઈ ગોહેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

આણંદ ટાઉનના પોલીસે રવિવાર સાંજે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તેઓ શહેરની રેલ્વે ગોદી સામે પહોંચ્યા ત્યારે ડી. આર. સીલેક્શન નામની દુકાનમાં ગ્રાહકો વચ્ચે કોઈ સોશ્યલ ડીસ્ટન્સ જળવાયેલું નહોતું. એટલે તેમણે મોબીન ફઝલભાઈ વ્હોરા રહે. પોલસન ડેરી રોડ આણંદ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.આ ઉપરાંત ગામડી ત્રીકમનગર રેલ્વે ફાટક સામે તળપદાવાસના નાકે પહોંચ્યા ત્યારે પાન મસાલાની દુકાને લોકો ટોળે વળીને ઉભા હતા તથા દુકાનના માલિક રાવજીભાઈ છોટાભાઈ તળપદાએ માસ્ક પહેર્યું નહોતું. તથા સેનેટાઈઝીંગની કોઈ વ્યવસ્થા કરી નહોતી. એટલે પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો