આણંદ લોટિયા ભાગોળ સાર્વજનિક કબ્રસ્તાનમાં ઘણાં સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં ફેરવાઇ ગઇ છે. ત્યારે સાંજના સમયે ધાર્મિક વિધિ માટે આવતાં પરિવારોને મુશ્કેલીઓ સામનો કરવો પડે છે. આઅંગે નગરપાલિકાના દિવાબત્તી વિભાગમાં જાગૃત નાગરિક દ્વારા વહેલી તકે સ્ટ્રીટ લાઇટો શરૂ કરવા ફરિયાદ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ લોટિયા ભાગોળ સામે મુસ્લિમ સમાજનું સાર્વજનિક કબ્રસ્તાન આવેલું છે. ત્યારે આણંદ શહેર સહિત આજુબાજુના ગામોમાંથી મુસ્લિમ સમુદાય ધાર્મિક વિધિમાટે મોટીસંખ્યામાં સાંજના 7 વાગ્યાના અરસામાં આવતાં હોય છે. પરંતુ ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં ફેરવાઇ ગઇ છે.તેમજ દાંડી વિભાગે સર્વિસ રોડ પહોળો કરવા માટે ખોદકામ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાફસફાઇની કામગીરી પાલિકાના કર્મચારીઓ દ્વારા હાથધરવામાં આવતી નથી. જેના લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ અંગે આણંદના સામાજીક કાર્યકર તોસીફ હાફેજીએ જણાવ્યું હતું કે, લોટિયા ભાગોળ સાર્વજનિક કબ્રસ્તાનમાં વિકાસના કાર્યો હાથધરવા માટે આણંદ પાલિકાના વોર્ડ નં 4ના કાઉન્સિલર મહેશભાઇ વસવા, રમદબેન અસલમભાઇ અને તોસીફ હાફેજી દ્વારા કાઉન્સિલર ફંડ 2023-24 મુજબ કબ્રસ્તાનમાં સીસીરોડ, લાઇટ, દિવાલ સહિત જુદા જુદા વિકાસના કાર્યો હાથધરવામાં આવનાર છે. જેના લીધે મુસ્લિમ સમાજને પડતી હાલાકીઓનો અંત આવી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.