લોકોમાં ભારે રોષ:આણંદના જીટોડિયા રોડ પર ચાર દિ’થી સ્ટ્રીટ લાઇટ બંધ

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય

આણંદ શહેરના બોરસદ ચોકડીથી જીટોડિયા રોડ પર છેલ્લા ચાર દિવસથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જે બાબતે આણંદ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઇને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

આણંદ પાલિકા વોર્ડ નં-13 બોરસદ ચોકડી થી જીટોડીયા રોડ પર ચાર દિવસથી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં રહે છે. જેના લીધે રાહદારીઓ, ચાલવા નીકળતાં રહીશોને હાલાકીઓનો ભોગ બનવુ પડે છે. તેમજ રાત્રિના સમયે ચોરી થવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. જે બાબતે દિવાબતી વિભાગમાં ધર્મશ પટેલને લેખિત ફરિયાદ કરવા છતાંય આજદીન સુધી સ્ટ્રીટલાઇટ ચાલુ કરવામાં આવતી નથી. જેને લઇને સ્થાનિકોને ટેક્સ ભરવા છતાં સુવિધા ન મળતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...