હુમલો:વરઘોડા વચ્ચેથી કાર કાઢવા મુદ્દે બે જૂથ વચ્ચે પથ્થરમારો ,પાંચને ઈજા

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોરસદના મોટી શેરડી ગામે લગ્ન પ્રસંગે ગરબામાં ધમાસાણ મચી
  • ભાદરણ પોલીસે બંને પક્ષે કુલ 35 જણાં સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

બોરસદના મોટી શેરડી ગામે ગત લગ્નપ્રસંગ નિમિત્તે નીકળેલા વરઘોડા દરમ્યાન ચાલી રહેલા ગરબાની વચ્ચેથી કાર કાઢવા મુદ્દે એક જ કોમના બે જુથો વચ્ચે પથ્થરમારો થયો હતો. વધુમાં ટોળાંએ તોડફોડ પણ કરી હતી. આ મામલે ભાદરણ પોલીસે બંને પક્ષે કુલ 35 જણાં સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઈન્દિરા કોલોનીમાં રહેતા ફરિયાદી મંજુલાબેન અરવિંદભાઈ મકવાણાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 7મીએ સવારે સાત વાગ્યે પુત્ર મહેશભાઈ સાથે પોતાની કારમાં ઘાસચારો લઈને પરત જતા હતા. ત્યારે દુધની ડેરી પાસે લગ્નપ્રસંગ નિમિત્તે નીકળેલા વરઘોડામાં ગરબા ચાલી રહ્યા હતા. જેથી તેમણે પોતાની કારને સાઈડમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જયદિપસિંહ મફતભાઈ ઝાલા મકવાણાએ કારને રોકીને મહેશભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. દરમિયાન, જયદિપસિંહનું ઉપરાળું લઈને મિતેશ મફત, મહિપતસિંહ વખતસિંહ, બળવંતસિંહ, તખતસિંહ, જનુભાઈ પ્રતાપસિંહ, જયદિપ અશોક, ગૌતમ અમરસિંહ, અશોક જબ્બરસિંહ, નરેન્દ્ર ધીરૂ, સુરપાલસિંહ કિરીટસિંહ સહિતના ટોળાં પથ્થરમારો કર્યો હતો. વધુમાં તેને માર મારી કારને નુકસાન પહોંચાડ્યું હતું.

બનાવમાં મહેશભાઈ ઉપરાંત હસમુખ વિક્રમ ચૌહાણ અને રેખા રમેશ મકવાણાને ઈજા પહોંચી હતી. એ જ રીતે સુરપાલસિંહ કિરિટસિંહ ઝાલા મકવાણાએ સામા પક્ષે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્નના વરઘોડામાં ગરબા રમતા હતા ત્યારે મહેશભાઈ ઉર્ફે શનો ગુલાબસિંહ મકવાણાએ પોતાની કારનો હોર્ન મારી ગરબાની વચ્ચેથી સ્પીડમાં કાર કાઢી હતી. જેમાં યુવરાજસિંહને જમણા પગના ઢીંચણ ઉપર ઈજા પહોંચી હતી.

ધવલકુમારને તુટેલા કાચથી જમણા હાથના કાંડાના ભાગે ઈજાઓ પહોંચાડતા આ બાબતે ઠપકો કરવા માટે ગયા હતા. જેથી હર્ષદભાઈ કિરિટભાઈ, મહેશભાઈ ઉર્ફે શનો ગુલાબસિંહ, જગદીશભાઈ ગણપતભાઈ, ગુલાબસિંહ દિપસિંહ, ભરતસિંહ સામંતસિહ, સુરેશ દિપસિંહ સહિતના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. વધુમાં તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...