તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાકરોલના લીમડીચોક પાસે બાઈક અથડાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ઉલ્લેખનીય છે કે, વિસ્તારમાં અગાઉ પણ નાની-નાની વાતોમાં છમકલાં થતા હોય છે. ત્યારે બનાવના કોઈ પડઘા ન પડે તે હેતુથી વિદ્યાનગર પોલીસે બંને પક્ષે સામ-સામે ગુનો નોંધી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
બાકરોલના લીમડી ચોક અને બુરેજવાળા પાસે મલેક અને પઠાણ જ્ઞાતિના યુવકો વચ્ચે બાઈક અથડાવવા મુદ્દે ઝઘડો થયો હતો. જોકે, એ સમયે સમાધાન થઈ ગયું હતું. બાદમાં બંને કોમના ટોળાં સવારે સાડા નવ વાગ્યે સામ-સામે આવી ગયા હતા અને અપશબ્દ બોલી, જાનથી મારી નાંખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો હતો. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ વિદ્યાનગર પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટોળાંને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ સંદર્ભે આયેશાબેન પઠાણની ફરિયાદના આધારે પોલીસે સીદ્દીક ઉર્ફે સેટીંગ ઝહીરમિયાં મલેક, હારૂનમિયાં સિકંદરમીયા મલેક, મુસ્તકીમમીયાં મુકીમમીંયા મલેક, અવેશમીંયા ઉર્ફે નારીયેળ અઝીમમીંયા મલેક, સઈદાબીબી હારૂનમીયાં મલેક, ફરીદાબીબી બચુમીંયા મલેક, શહેનાઝબીબી અફઝલમીંયા મલકે, ફરીદાબીબી મલેક વિરૂદ્ધ જ્યારે સામા પક્ષે સઈદાબીબી આરીફમીયા મલેકની ફરિયાદના આધારે સલમાન ઉર્ફે ભોલો સબ્બીરખાન અશરફખાન પઠાણ, મુનાફખાન ઉર્ફે મુન્નો અશરફખાન પઠાણ, શરફરાઝખાન જાફરઉલ્લાખાન પઠાણ, આયેશાબીબી સબ્બીરખાન પઠાણ, સબાનાબીબી મુનાફખાન પઠાણ, શાયરાબીબી નાઝીમખાન પઠાણ, શબાનાબીબી સરફરાઝખાન પઠાણ સામે રાયોટીંગ, મારામારી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી પોલીસે બંને પક્ષે મળી કુલ સાત આરોપીઓ સિદ્દિક, હારૂનમિયાં, મુસ્તુકિમમિયાં, ઓવેશમિયાં, સલમાન, મુનાવરખાન અને સરફરાઝખાનની ધરપકડ કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.