તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પથ્થરમારો:આણંદના બાકરોલમાં બાઈક અથડાવવા મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો, સામસામી પોલીસ ફરિયાદ

આણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • કુલ 15 વ્યકિત સામે ગુનો નોંધવામા આવ્યો

બાકરોલના લીમડીચોક પાસે બાઈક અથડાવવા બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો.બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા વિદ્યાનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસે બંને જ્ઞાતિના 15 આરોપીઓ વિરુદ્ધ સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલ ગામના લીમડી ચોક અને બુરેજવાળા નજીક બે જૂથનાયુવકો વચ્ચે બાઈક અથડાવવા બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી સવારે સાડા નવ વાગ્યાના આસપાસ બંને જ્ઞાતિના લોકો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બીચક્યો હતો. બંને જ્ઞાતિના લોકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર છુટ્ટા હાથે ભારે પથ્થરમારો કરતા નાસભાગ મચી હતી જે કારણે વિસ્તારમાં વ્યાપક તંગદીલી ફેલાઈ હતી.

આ વિવાદમાં અંજુમનને લાફો મારી ગાળો બોલી તેમજ આરીફમીયા ઉર્ફે હારુનમીયા સીકંદરમીયા મલેકને લાફો મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પોલીસે આ મામલે બંને પક્ષની સામાસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો