તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શીલી ગામના કલ્યાણપુરામાં ગઇકાલે કરબડા કાઢવા બાબતે ખેતરના જુના માલીકે ઝગડો કરી કરબડા કાઢવાનું કામ લેનાર વ્યકિતને ગાળો બોલી લાકડીઓથી મારમાર્યો હતો.
ઉમરેઠ તાલુકાના સીલી તાબે કલ્યાણપુરામાં માનાભાઇ ઉર્ફે મફતભાઇ બુધાભાઇ પરમાર ઉ.વ.૫૧ પોતાના પરિવાર સાથે રહે છે. અને ખેતીકામ કરેે છે. જીવાપુરામાં આવેલી મનુભાઇ ઉદાભાઇ પરમારની જમીન ખંભોળજના ગુલાબસિંહ મોહનસિંહ રાજે વેચાણ રાખેલી હતી. જેમાં તમાકુનો પાક કર્યો હતો. જેના કરબડા માનાભાઇ કાઢે છે. ગઇકાલે તેમણે પોતાના બે માણસ રમેશ અને ટીનાભાઇને બે બળદ લઇ ગુલાબસિંહના ખેતરમાં કરબડા કાઢવા મોકલ્યા હતા. ત્યારે મનુભાઇ ઉદાભાઇ પરમારે ગાળો બોલી તેમને ત્યાંથી ભગાડી મુકયા હતા. એટલે મનુભાઇએ ગુલાબસિંહને બધી વાત કરી હતી. જેથી ચાર વાગે ગુલાબસિંહ આવ્યા હતા. ત્યારે મનુભાઇ પરમારમાનાભાઇ પર ઉશ્કેરાઇ ગયા હતા. અને તેમણે તેમને લાકડી મારી દીધી હતી. આ દરમ્યાન તેમની પત્ની મધુબેન અને માતા ડાહીબેન પણ આવી ગયા હતા. આ લોકોએ ગાળો બોલી ઉશ્કેરણી કરી હતી. દરમ્યાન ગુલાબસિંહ વચ્ચે પડી માનાભાઇને છોડાવ્યા હતા.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.