તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:સત્ર અડધું થયું છતાં ધો.1-2ના વિદ્યાર્થીઓ પાઠયપુસ્તકથી વંચિત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રજ્ઞા સત્રના પુસ્તકો તમામ શાળાઓમાં પહોંચી ગયા છે

કોરોના સંક્રમણ ઘટી ગયું છે અને હાલમાં ઓફલાઇન શિક્ષણની ગાડી પાટા પર ચડી ગઇ હોવા છતાં ધો-1 અને ધો-2ના પાઠય પુસ્તકો બાળકોને મળ્યા નથી. ઓગસ્ટ પૂર્ણ થવા આવ્યો અને અડધું સત્ર ગયું છતાં પુસ્તકો મળ્યા નથી. પાઠય પુસ્તક પાયાના ઘડતર માટે ઘણા મહત્વનું ગણાતું હોવા છતાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં અડધું સત્ર શરૂ થઇ જવા છતાં ધો. 1 અને 2ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પુરા પાડવામાં આવ્યા નથી. આમ પુસ્તકો ન મળતા બાળકો પાયાના ભણતરથી વંચિત રહી ગયા છે.આ અંગે શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, પજ્ઞા સતર્ના પાઠ્યપુસ્તકો તમામ સ્કૂલોમાં પહોંચી ગયા છે જ્યારે જ્ઞાન સત્રના પુસ્તકોનું વિતરણ કરવાનું બાકી છે.

બાળકોને પુસ્તકો વગર ભણવામાં સમસ્યા
આણંદ શહેરની આસપાસના ગામોની પ્રાથમિક શાળાઓમાં હજુ પણ ધો-1 અનેધો-2ના બાળકોને પાઠયપુસ્તકો મળ્યા નથી. ઓનલાઇન શિક્ષણની વાતો કરતી સરકાર પાઠય પુસ્તકો પુરા પાડવામાં નિષ્ફળ ગઇ છે. તેના કારણે નાના બાળકો અભ્યાસ કરાવી શકતો નથી. પાયાનું શિક્ષણ કાચું રહી જાય છે. ત્યારે તાત્કાલિક પાઠયપુસ્તકો પુરા પાડવા જોઇએ. - લક્ષ્મણભાઇ પરમાર, બાકરોલ

અન્ય સમાચારો પણ છે...