પરિણામ:ધો. 12 વિજ્ઞાન પ્રવાહ-ગુજકેટ પરીક્ષાનું આજે પરિણામ

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ પરિક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ resulk.gseb.org પર સવારે 8થી જોઇ શકશે

માર્ચ એપ્રિલ 2022માં લેવાયેલી ધો-12 વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે પરિણામ સવારે 10 કલાકે વેબસાઇટ પર ઓનલાઇન વિદ્યાર્થીઓ જોઇ શકશે. આણંદ શહેર સહિત જિલ્લામાંથી ધો-12 વિજ્ઞાન પ્રવાહ, ગુજકેટની 4500થી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કોરોના મહામારીના પગલે શિક્ષણ કાર્ય ઓનલાઇન ચાલ્યું હતું. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા માર્ચ એપ્રિલ 2022માં ધો-12 વિજ્ઞાન પ્રવાહની લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ગ્રુપ એ. ગ્રુપ બી, ગુજકેટમાં 4500થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જો કે પરિણામની વિધાર્થીઓ આતુરતાથી રાહ જોતા હતા તેનો આજે અંત આવી જશે. કારણ કે રાજયના શિક્ષણ મંત્રી જીતુભાઇ વઘાણીએથી ધો-12 વિજ્ઞાન પ્રવાહ સહિત ગુજકેટ પરિણામ જાહેર કરવાનો આદેશ કરતાં આ પરિણામ બોર્ડની વેબસાઇટ resulk.gseb.org પર જોઇ શકાશે.

અન્ય સમાચારો પણ છે...