જાહેરાત:ધો. 12 સાયન્સની પૂરક પરીક્ષાના ફોર્મ 9મી જૂન સુધી ભરી શકાશે

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં એક કે બે વિષયમાં ગેરહાજર રહ્યા હોય અથવા એક કે બે વિષયમાં નાપાસ થયા હોય તેવા પરીક્ષાર્થીઓની યાદી તૈયાર કરીને જીલ્લાની શાળાઓને મોકલવામાં આવી છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં એક કે બે વિષયમાં ગેરહાજર રહ્યા હોય અથવા એક કે બે વિષયમાં નાપાસ થયા હોય તેવા પરીક્ષાર્થીઓ પરીક્ષા માટેના આવેદનપત્રો તા.30 મેથી તા. 9 જૂન સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઇન ભરી શકાશે. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષામાંથી મુક્તિ આપી હોય તેઓને ફી ભરવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા માટે ઓનલાઈન આવેદન ભરવું ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...