તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણયનો વ્યાપક વિરોધ:સરકારી કોલેજોના ખાનગીકરણ પર સ્ટે હવે પાંચેય કોલેજો SP યુનિ.માં જ રહેશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાઈવેટ યુનિ. એક્ટ અંતર્ગત સરકારી કોલેજોને જોડવાના નિર્ણયનો વ્યાપક વિરોધ થયો હતો

પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ અંતર્ગત સરકારી કોલેજોને જોડવાના વ્યાપક વિરોધ બાદ આખરે સરકારે સરકારી કોલેજોને જે તે સરકારી યુનિવર્સિટી સાથે જ રહેવાનો નિર્ણય લેતાં અધ્યાપક મંડળો, વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ અંતર્ગત ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓને ખાનગી યુનિવર્સિટીમાં જોડવાને લઈને આણંદ-વિદ્યાનગર ઉપરાંત સમગ્ર જિલ્લામાં ઠેરે-ઠેર વિરોધ નોંધાયો હતો. દરમિયાન, સમગ્ર રાજ્યમાં પણ આ મામલે ખાનગી યુનિવર્સિટીમાં સરકારી કોલેજોના વિલીનકરણને લઈને વિરોધ-દેખાવો થતાં આખરે સરકારે નમતું જોખવું પડ્યું હતું.

સરકાર દ્વારા આ મામલે તાજેતરમાં કેબિનેટમાં પ્રાધ્યાપકો-વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈને હાલ પૂરતો આ નિર્ણય પર ફેરબદલ કર્યો છે. હવે જે સરકારી કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથે ભેળવી દેવાઈ હતી, તે કોલેજો જે તે સરકારી યુનિવર્સિટી સાથે જ રહેશે તેવો નિર્ણય લેવાયો છે. જેને પગલે હવે સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન, બીજેવીએમ, નલિની અરવિંદ પટેલ આર્ટસ કોલેજ, ફાઈન આર્ટસ કોલેજ, એસ.એન. પટેલ હોમ સાયન્સ, વીપી પટેલ સાયન્સ કોલેજ હવે સરદાર પટેલ યુનિવર્સિટી સાથે જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...