કાર્યવાહી:કરમસદમાં દેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 2.82 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી, 3 ફરાર

કરમસદ ગામે સંદેશર રોડ ઉપર આવેલા જીઈબી સબ સ્ટેશન પાછળના ખુલ્લા મેદાનમાં છેલ્લાં કેટલાંય સમયથી દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોદા પાડ્યા હતા. એ સમયે છ જણાં હાજર હતા અને રીક્ષામાંથી પ્લાસ્ટીકના કોથળા કારમાં ભરી રહ્યા હતા. ત્યાં બીજા બે ટુ વ્હીલર પણ પડ્યા હતા.

પોલીસને જોતાવેંત જ બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ત્રણ શખસ મહેન્દ્ર ઉર્ફે શંભુ જ્યંતિ પરમાર (રહે. કરમસદ), ભરત રાજન ઠાકોર અને સબ્બીર નુરભાઈ શેખ (બંને રહે. અમદાવાદની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં પંચવટીમાં રહેતો મહેશ તળપદા દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે અને તેને એક ફેરાના 100 રૂપિયા આપે છે. પોલીસે નામ પૂછતા સ્થળ ઉપરથી 35 વર્ષીય મહેન્દ્ર ઉર્ફે શંભુ જ્યંતિ પરમાર (રહે. જૂના રબારીવાસ પાસે સંદેશર ચોકડી, કરમસદ) પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન કબ્જે લીધો હતો. જ્યારે મહેન્દ્ર જીવણભાઈ તળપદા અને મહેશ તળપદા (બંને રહે. કરમસદ) તથા જમશેદ શેખ (ગોમતીપુર, અમદાવાદ) ફરાર થઈ ગયા હતા. પોલીસે તમામ છ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રૂપિયા 2.82 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...