OBC અનામત મુદ્દે રાજકારણ ગરમાયુ:રાજ્યની ભાજપ સરકારની OBC સમાજને હાંસિયામાં ધકેલી દેવાની નિતિ: આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મુદ્દે નિરાકરણ ન આવે ત્યાં સુધી ગ્રામ પંચાયત ચૂંટણી મુલત્વી રાખવા માંગણી

વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક હુકમે ગુજરાત રાજ્યમાં નિષ્પ્રાણ જણાતા વિપક્ષમાં પ્રાણ સંચાર કર્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેમ ભાસી રહયુ છે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ દ્વારા તમામ જિલ્લા કલેકટરોને લખાયેલા પત્રમાં ગુજરાતમાં હવેથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પંચાયત અધિનિયમ 1993થી અમલમાં રહેલા અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે 10 ટકા બેઠકો અનામત રહેશે નહી. આગામી ચૂંટણીમાં ઓબીસી અનામત રહેલી મહિલા અનામત સહિતની બેઠકોને સામાન્ય બેઠકમાં જાહેર કરીને ચૂંટણી જાહેરનામા સંબંધિત તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. જોકે, વહીવટી તંત્રના સૂત્રો જણાવી રહ્યા છે કે, ચૂંટણી અયોગ જે મુજબ સૂચના આપશે તે મુજબ કાર્યવાહી થશે. હાલ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે તેનો અભ્યાસ કરી યોગ્ય માર્ગદર્શન અને વિગતવાર હુકમ જિલ્લા સ્તરે આપવામાં આવશે પછી તેની અમલવારી થશે .હાલ આ બાબતે સુધારો કરવાનો થતો નથી. ઓબીસી અનામત મુદ્દે રાજકીય ઘમાસાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ વચ્ચે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકારને ઘેરી છે. રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશનું પાલન ન કરી ઓબીસી સમાજને મોટુ રાજકીય નુકશાન કર્યું હોવાનો દાવો કર્યો છે.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી: અમિત ચાવડા
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વર્ષ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ઓબીસી રીર્ઝવેશનના અમલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ થઇ હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે 19 જાન્યુ. 2022ના રોજ દેશના તમામ રાજયોને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ઓબીસી રીઝર્વશનનું પ્રમાણ, બેઠકોનો પ્રકાર અને રોટેશન સંદર્ભ નવેસરથી એક કમિશન રચીને વસ્તીના આધારે માપદંડો નિયત કરવા આદેશ કર્યો હતો.

52 ટકા ઓબીસી સમાજની વસ્તી: અમિત ચાવડા
તેઓએ વધુમાં જણાવ્યું કે, આ અદેશને છ માસનો સમય વીતવા છતાં ગુજરાત સરકારે કમિશન રચીને વસ્તીના આધારે માપદંડો નક્કી કરવા કોઇ કાર્યવાહી કરી નથી. જેથી રાજ્યમાં આશરે 3252 ગ્રામ પંચાયતોમાં 10 ટકા ઓબીસી અનામતનો લાભ મળશે નહીનો રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે. વધુમાં રાજ્યમાં કુલ વસ્તીના 52 ટકા જેટલી ઓબીસી સમાજની વસ્તી છે.27 ટકા અનામત શિક્ષણ નોકરીઓમાં અમલમાં છે વસ્તીના ધોરણો મુજબ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં OBC સમાજ માટે અમામત બેઠકો વધારવાની જરૂરીયાત છે, એનાથી ઉલટું રાજય સરકારની OBC સમાજને અન્યાયકર્તા નિતિઓને કારણે OBC સમાજનું પ્રતિનિધત્વ સ્થાનિક સ્વરાજય સંસ્થાઓમાંથી સદંતર દુર થશે. રાજય સરકારના આવા તઘલખી નિર્ણયનો ભોગ OBC સમાજ બનશે. આવા નિર્ણયોથી રાજયની ભાજપ સરકારની OBC સમાજને હાંસિયામાં ધકેલી દેવાની નિતિ સ્પષ્ટ જણાઇ આવતો હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે.

OBC સમાજ સાથે અન્યાય: અમિત ચાવડા
તેઓએ સરકારને ભીંસમાં લેતા વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં OBC સમાજને અનામતનો લાભ મળી રહે અને OBC સમાજને અન્યાય ન થાય તે માટે નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં OBC રીઝર્વેશનનું પ્રમાણ બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે તાત્કાલિક કમિશન રચીને કાર્યવાહી નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય અને 3252 ગ્રામ પંચાયતોની ચુંટણીમાં OBC સમાજના અનામતનો લાભ મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જયાં સુધી આ સંદર્ભની કાયદાકીય-વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતોની ચુંટણીઓ મુલતવી રાખવામાં આવે તેવી પણ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...