આણંદ શહેરના પૂર્વ વિસ્તારને જોડતા મુખ્યમાર્ગ પર અમદાવાદ -વડોદરા રેલવે લાઇન પર આવેલ તુલસી ગરનાળામાં અવરજવર કરવાનો એક માત્ર માર્ગ છે. ગતવર્ષે બોકસ ટાઇપ ગરનાળુ બનાવીને પહોળું કરવામાં આવ્યું હતું. તુલસી ગરનાળામાં સામાન્ય વરસાદે પાણી ભરાઇ જતાં 50 હજાર લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડે છે. એક માસમાં ત્રણથી ચાર વખત રસ્તો બંધ થઇ જાય છે. કાંસના વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકોને સહિત સૌ કોઇને પારંવાર મુશ્કેલીઓ પડે છે.
ગત વર્ષે ચોમાસા સામાન્ય વરસાદે પાણી ભરાઇ જતાં પાલિકા દ્વારા પંપ મુકીને પાણીનો નિકાલ કરવો પડતો હતો.જેના કારણે નાંણાનો વ્યય થતો હતો. તેને ધ્યાને લઇને ચાલુવર્ષે આણંદ નગરપાલિકા દ્વાર ચોમાસા અગાઉ સિંચાઇ વિભાગની મદદથી કાંસની સાફસફાઇ કામગીરી હાથધરવામાં આવી છે. તેમજ તુલસી ગરનાળા નીચે ચેમ્બરો ની સાફ સફાઇ કરવામાં આવી રહી છે. તેમજ ભારે વરસાદ પડે તો ઝડપથી પાણીનો નિકાલ થાય તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
આણંદ તુલસી ગરનાળામાં પાણીના નિકાલ માટે પંપની વ્યવસ્થા કરાશે
આણંદ તુલસી ગરનાળામાં ભારે વરસાદમાં વધુ પડતું પાણી ભરાઇ જાય છે.તેના નિકાલ માટે કાંસ સહિત ચેમ્બરોની સફાઇ કરવામાં આવી છે. પરંતુ કોઇ કારણસર પાણીનો નિકાલ અટકી જાય તો પાણી કાઢવા માટે બે પંપની વ્યવસ્થા કરવામાં આવશે. તેમ આણંદ નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.